છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૮૯૩ લોકોના મોત : ગઈ કાલે દેશમાં કોરોનાના નવા ૨૩૫૫૩૨ કેસ નોંધાયા હતા, જેની સરખામણીમાં આજે મામૂલી ઘટાડો નોંધાયો છે
નવી દિલ્હી, તા. ૩૦
દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના નવા ૨.૩૪ લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે પોઝિટિવિટી રેટ ૧૪.૫૦ ટકા છે. હાલ દેશમાં ૧૮,૮૪,૯૩૭ દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈ કાલે દેશમાં કોરોનાના નવા ૨,૩૫,૫૩૨ કેસ નોંધાયા હતા. જેની સરખામણીમાં આજે મામૂલી ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨,૩૪,૨૮૧ દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૩,૫૨,૭૮૪ દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. હાલ કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ ૧૪.૫૦ ટકા છે. જ્યારે કોરોનાથી રિકવરી રેટ ૯૪.૨૧ ટકા છે. કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ સામે મોતનો આંકડો વધી રહ્યો છે. ગઈ કાલે ૮૭૧ લોકોના મોત નોંધાયા હતા.
જ્યારે આજે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક દિવસમાં ૮૯૩ લોકોના મોત થયા છે. કોરોના ટેસ્ટની વાત કરીએ તો એક દિવસમાં ૧૬,૧૫,૯૯૩ કોરોના ટેસ્ટ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં થયેલા કોરોના ટેસ્ટનો આંકડો હવે ૭૨.૭૩ પર પહોંચી ગયો છે. કોરોનાને માત આપવા માટે દેશમાં વ્યાપક સ્તરે રસીકરણ અભિયાન ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના ૧૬૫.૭૦ ડોઝ અપાઈ ચૂક્યા છે.