ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટ જગદીશ એચનું પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા સન્માન કરાયું

84

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં રેલવે સલામતી અંગે જાગૃત રહેવા અને સતર્કતા સાથે ઉત્કૃષ્ટ કાર્ય કરવા વાળા લોકો પાઈલટ જગદીશ એચ.ને વેબિનાર દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલની વર્ચ્યુઅલ હાજરીમાં તેને ડીઆરએમ ભાવનગર ડિવિઝન મનોજ ગોયલે મેડલ અને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા. ડીઆરએમ શ્રી મનોજ ગોયલે જણાવ્યું હતું કે રેલ્વેમાં સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને દરેક રેલ્વે કર્મચારી આ માટે સતર્ક રહે છે. ફરજ પર હોય ત્યારે તેમની તીક્ષ્ણ નજરની સતર્કતા ટ્રેન અકસ્માતની શક્યતાને દૂર કરે છે. સાથે સાથે આ કુશળ અને સતર્ક રેલકર્મી અન્ય રેલ્વે કર્મચારિયો માટે પણ અનુકરણીય ઉદાહરણ બની રહે છે. ઑક્ટોબર, ૨૦૨૧ દરમિયાન, ડિવિઝનના શ્રી જગદીશ એચ. લોકો પાયલોટ, જેમણે સલામતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, તેમને “મૅન ઑફ ધ મન્થ” નું ખિતાબ આપવામાં આવ્યું હતું અને મેડલ અને પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે તેણે પીપાવાવ તરફ જતી માલગાડી સાથે લટકતો કોઈ ભાગ જોયો ત્યારે તેણે તુરંત જ ટ્રેનના ક્રૂ અને ગાર્ડને જાણ કરી, જેનાથી અપ્રિય ઘટનાને અટકાવવામાં મદદ મળી.

Previous articleન્યાયની માગ સાથે પાલીતાણા-ગારિયાધારમાં રેલી યોજાઈ, ખુંટવડા સજ્જડ બંધ રહ્યું
Next articleજવાહર મેદાન પાસે દોઢ વર્ષથી ચાલતા જોગીંગ પાર્કના અધૂરાં કામોથી લોકોને હાલાકી