જવાહર મેદાન પાસે દોઢ વર્ષથી ચાલતા જોગીંગ પાર્કના અધૂરાં કામોથી લોકોને હાલાકી

81

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે શહેરમાં હાથ ધરેલ વિવિધ વિકસલક્ષી તથા પ્રજા ઉપયોગી કાર્યો નિયત સમયે ક્યારેય પૂર્ણ થતાં નથી અને અધૂરા કામોને પગલે સ્થાનિકોને તથા વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડે છે જેમાં શહેરના જવાહરમેદાન પાસે બીએમસી દ્વારા મોટા ઉપાડે જોગીગ પાર્ક બનાવવાની જાહેરાત તો કરી પરંતુ આ કામ સમયસર પૂર્ણ ન થતાં લોકોની સમસ્યા માં વધારો થઈ રહ્યો છે. આજથી દોઢ-બે વર્ષ પૂર્વે જવાહરમેદાન પાસે આવેલી જમીન પર વારંવાર સર્જાતાં ઝુપડપટ્ટી ના દૂષણને કાયમી ધોરણે દૂર કરવા અને આ જમીનનો સ્થાનિક લોકો માટે બહુઉપયોગ થાય એ હેતુસર જવાહરમેદાન થી નવાપરા સિંધી કેમ્પ દલીતવાસના પટ્ટા પર રહેલ દબાણો દૂર કરી આ જગ્યા પર જોગીગ પાર્ક બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ તબ્બક્કાનુ કામ ખૂબ ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યું પરંતુ હવે તખ્તેશ્વર પોલીસ ચોકી સામેથી સિંધી કેમ્પવાળા રોડ પર સાઈટનુ કામ કોઈ કારણોસર લાંબા સમયથી બંધ છે આ અધૂરા કામને પગલે સ્થાનિકો અને રાહદારીઓ-વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ અધૂરા કામની સાઈટ આવારા તત્વોનો અડ્ડો બની હોય તેમ દરરોજ સાંજ ઢળ્યે લૂખ્ખા-મવાલી ઓ મોટી સંખ્યામાં એકઠાં થતાં હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યાં છે અને નવાપરા-રબ્બરફેક્ટરી રોડપર મનુભાઈ ગાંઠીયા વાળાની શોપ સામે વર્ષોથી પડતર જમીન પર બાવળો ઝાડી-ઝાંખરાની આડમાં અનેક ગોરખધંધા આચરવામાં આવી રહ્યાં હોવાનું લોકો જણાવી રહ્યાં છે આ વિવાદિત જમીન પર થતાં ઝાકુબીના ધંધા સંદર્ભે પોલીસ પણ આંખ આડા કાન કરી રહી હોવાની લોકો ફરિયાદ કરી રહ્યાં છે તો બીજી તરફ જોગીગ પાર્ક નિર્માણ કરતાં કોન્ટ્રાક્ટટર દ્વારા રો-મટીરીયલ્સ પણ જાહેર રોડપર ઉતાર્યું હોય આથી લોકોને વાહન ચલાવવા તો ઠીક પણ રાહદારીઓને પગપાળા ચાલવામાં પણ તકલીફો પડે છે તંત્ર દ્વારા ફાજલ જમીનનાં ઉપયોગ માટે લીધેલો નિર્ણય ખૂબ સારો છે પરંતુ લોક ઉપયોગી સુવિધા વહેલી તકે ઉપલબ્ધ બને એવી લોકમાંગ પ્રબળ બની છે.

Previous articleભાવનગર ડિવિઝનના લોકો પાયલોટ જગદીશ એચનું પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા સન્માન કરાયું
Next articleઆજે ભાવનગરમાં ૮૪ નવા કોરોનાના કેસ નોંધાયા, ૩૩૧ કોરોનાને માત આપી, જયારે ૫ના મોત