આજે ભાવનગરમાં ૮૪ નવા કોરોનાના કેસ નોંધાયા, ૩૩૧ કોરોનાને માત આપી, જયારે ૫ના મોત

109

શહેરમાં ૧૨૬૩ અને ગ્રામ્યમાં ૧૫૨ દર્દીઓ મળી કુલ ૧૪૧૫ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં ૨૩ જેટલા મોત નિપજ્યા હતા, આજે શહેર ૨ અને ગ્રામ્યમાં ૩ મોત નીપજ્યું હતું, મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો, જેમાં શહેરના સિદસર રોડ પર આવેલ તુલસી પાર્કમાં રેહતા ૫૫ વર્ષીય પુરુષ અને હાદાનગર વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય પુરુષનું મોત નીપજ્યું હતું જયારે ગ્રામ્યમાં પાલીતાણામાં રેહતા ૬૫ વર્ષીય પુરુષ, સિહોરમાં રહેતા ૭૫ વર્ષીય પુરુષ તથા મહુવા ૬૮ વર્ષીય પુરુષનું મોત નીપજ્યું હતું, ભાવનગર જિલ્લામાં આજે ૮૪ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૭૬ નવા કેસ નોંધાયા હતા જેમાં ૫૮ પુરુષનો અને ૧૮ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૩૦૫ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૮ કેસ નોંધાયા હતા, જેમાં ૬ પુરુષનો અને ૨ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૨૬ દર્દીઓ કોરોનાને માત આપી હતી, શહેર ૨ અને ગ્રામ્યમાં ૩ મોત નીપજ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦૫ અને તાલુકાઓમાં ૨૬ કેસ મળી કુલ ૩૩૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૧૨૬૩ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૧૫૨ દર્દી મળી કુલ ૧૪૧૫ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૮ હજાર ૫૨૩ કેસ પૈકી હાલ ૧૪૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૨૭ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleજવાહર મેદાન પાસે દોઢ વર્ષથી ચાલતા જોગીંગ પાર્કના અધૂરાં કામોથી લોકોને હાલાકી
Next articleરેડક્રોસ દ્વારા અલંગમાં યોજાયેલ કેમ્પમાં ૯૯ લોકોએ કર્યું સ્વૈચ્છિક રક્તદાન