નવીદિલ્હી તા.૩૧
આપણી પરીક્ષા પદ્ધતિ એવી છે જેમાં વર્ષભર કરેલી મહેનતને ત્રણ કલાકનાં પેપરમા ગોખીને ઉતરવહીમાં રજુ કરવાની હોય છે અને તેના આધારે ઉચ્ચતમ ગુણ લાવનારનું મેરીટ બને છે.પરંતુ સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે પરીક્ષામાં ઉચ્ચતમ અંક લાવવા મેરીટની ઓળખ નથી. નીટમાં આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ)ને ૧૦ ટકા અનામતનો ફેસલો આપી તે કેટલીક એવી માન્યતાઓ તોડે છે જેનાથી પછાત વર્ગોને અનામત આપવાની માન્યતામાં મોટો ફેરફાર આવ્યો છે. કોર્ટે વિશ્વભરમાં અનામત આપવાના સિધ્ધાંતોનો વિસ્તારથી ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ઉચ્ચ અંક લાવવા મેરીટની નિશાની નથી.જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ અને એએસ બોપન્નાની પીઠે જણાવ્યું હતું કે અનામત વિરોધીઓ દલીલ કરે છે કે અનામત નીતી મેરીટ આધારીત સમાજની વિરૂદ્ધ છે તેઓ ઉચ્ચ અંકોને મેરીટ તરીકે રજુ કરે છે પણ વાસ્તવવિકતા એ છે કે પરીક્ષાઓ શૈક્ષણીક અવસરોને વિતરીત કરવાની એક જરૂરી અને સહજ પદ્ધતિ માત્ર છે.પરીક્ષામાં હાંસલ કરવામાં આવેલ અંક હંમેશા કોઈ વ્યકિતની મેરીટ નકકી કરવાનું સાચુ પ્રમાણ નથી. કારણ કે વ્યકિતની પ્રતિભા તેની પરીરક્ષામાં દર્શાવવામાં આવેલ દેખાવથી પણ આગળ હોઈ શકે છે. જયારે સુપ્રિમ કોર્ટે કહેલુ કે એક પરીક્ષા કોઈ વ્યકિતની પ્રતિભા નકકી નથી કરી શકતી અને આ કારણે જ વિશ્ર્વ વિદ્યાલયોએ માર્કસનાં આધારે પ્રવેશ આપવાના બદલે અનેક ટેસ્ટ લેવા ફરજીયાત કર્યા છે. જેમ કે ઓબ્જેકટીવ પરીક્ષા, ગ્રુપ ડિસ્કસન, પર્સનાલી ટેસ્ટ, ઈન્ટરવ્યુ, વાયવા, લેખીત પરીક્ષા, વ્યકિતગત પ્રેઝન્ટેશન વગેરે આનુ કારણ એ છે કે કોઈ છાત્ર પરીક્ષામાં સારૂ પર્ફોમ નથી કરી શકયો. પણ તે બીજા ટેસ્ટમાં સારૂ કરી શકે છે. તેનું પરીણામ એ આવે છે કે જો છાત્રનું એક પદ્ધતિથી મુલ્યાંકન કરવામાં આવે છે તો તે મેરીટોરીયસ છાત્ર નથી કહેવાતો.