ધંધુકા ખાતે ભરવાડ યુવાનની વિધર્મી યુવક શખ્સો દ્વારા ગોળી મારી કરાયેલા હત્યાના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડયા છે ગઈકાલે રાજકોટ તેમજ છોટાઉદેપુરમાં હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા કરાયેલા રેલી સહિત દેખાવોમાં ભારે ધાંધલ-ધમાલ મચી જવા પામી હતી રાજકોટમાં ટોળાને વિખેરવા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો અને ટોળા દ્વારા પોલીસ વાન સહિત વાહનોને નુકસાન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત છોટાઉદેપુરમાં દેખાવો કરી રહેલા હિન્દુ સંગઠનના લોકો ઉપર વિધર્મી શખ્સો દ્વારા હુમલો કરવાના બનાવો બનવા પામ્યા હતા એને નજરમાં રાખી ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ઠેરઠેર બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ગંગાજળીયા પોલીસ સ્ટેશન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સિહોરમાં યોજાનાર રેલી પણ આજે મોકૂફ રાખવામાં આવી છે આમ ધંધુકાના યુવાનની હત્યાના મામલે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.