આજે ભાવનગરમાં ૯૨ નવા કોરોનાના કેસ નોંધાયા, ૩૨૫ કોરોનાને માત આપી, જયારે ૫ના મોત

57

શહેરમાં ૧૦૩૮ અને ગ્રામ્યમાં ૧૩૯ દર્દીઓ મળી કુલ ૧૧૭૭ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં છેલ્લા ૧૧ દિવસમાં ૨૮ જેટલા મોત નિપજ્યા હતા, આજે શહેર ૨ અને ગ્રામ્યમાં ૩ મોત નીપજ્યું હતું, મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો, જેમાં શહેરના ભરતનગર વિસ્તારમાં રેહતા ૪૯ વર્ષીય પુરુષ તથા અનંતવાડી વિસ્તારમાં રહેતી ૫૪ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું જયારે ગ્રામ્યમાં પાલીતાણામાં રેહતા ૫૩ વર્ષીય પુરુષ, વલ્લભીપુરમાં રહેતા ૮૫ વર્ષીય મહિલા તથા મહુવા ૩૬ વર્ષીય પુરુષનું મોત નીપજ્યું હતું, ભાવનગર જિલ્લામાં આજે ૯૨ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૮૦ નવા કેસ નોંધાયા હતા જેમાં ૫૩ પુરુષનો અને ૨૭ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૩૦૩ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૧૨ કેસ નોંધાયા હતા, જેમાં ૪ પુરુષનો અને ૮ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૨૨ દર્દીઓ કોરોનાને માત આપી હતી, શહેર ૨ અને ગ્રામ્યમાં ૩ મોત નીપજ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦૩ અને તાલુકાઓમાં ૨૨ કેસ મળી કુલ ૩૨૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૧૦૩૮ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૧૩૯ દર્દી મળી કુલ ૧૧૭૭ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૮ હજાર ૬૧૫ કેસ પૈકી હાલ ૧૧૭૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૩૨ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleભાવનગર રેલ્વે મંડળના રાજભાષાના ઈ-મેગેઝીન “ઈ-સોમનાથ”ના સર્જકોને માનદેય આપી પ્રોત્સાહિત કરાયા
Next articleબે બાઇકનો ધડાકાભેર અકસ્માત થતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું એક ઈજાગ્રસ્ત