૩૦ જાન્યુઆરી અને રવિવારના દિવસે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ભાવનગર જિલ્લાનું કુદરતી ઉપચાર કેન્દ્ર ઉદઘાટન સમારોહના અધ્યક્ષ ડૉ. નલિન પંડિત, મેડિકલ કોલેજના ડીન ડૉ.હેમંતકુમાર મહેતા તથા બીપીનભાઈ તંબોળી ઉદ્યોગપતિ, ધર્મેશભાઈ હરિયાણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા રાજીવ કાપડિયા જેવા દાતાઓના સહયોગથી ખુલ્લુ મુકાયું. ભાવનગરના ૬ અલ્ટરનેટ થેરાપી ઉપયોગ કરનારા તજજ્ઞોનું આ કાર્યક્રમ દરમિયાન અભિવાદન કરવામાં આવ્યું જેમાં ભાવનગરના જાણીતા લેપ્રોસ્કોપિક સર્જન ડોક્ટર ભરત પટેલે પોતાના અનુભવથી દેશ-વિદેશના ઉદાહરણો ટાંકીને કુદરતી ઉપચારનું મહત્વ સમજાવ્યું અને સાથોસાથ સોરી તાવરીયાજીની શ્વશન પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો. યોગ તજજ્ઞ ડો રમુભા જાડેજાએ યોગનું મહત્વ સમજાવ્યું તો નવી આહાર પદ્ધતિ અંગે મહેન્દ્રભાઈ બોસમીયાએ આરોગ્ય માટે કુદરતી ખોરાક લેવા અનુરોધ કર્યો. વૈદ મહેન્દ્ર સરવૈયાનું અભિવાદન કરતા તેમણે જણાવ્યું કે મ્યુકર જેવા રોગનું વિશ્વમાં ખુબ જ પ્રભાવ હતુ ત્યારે તેમણે આયુર્વેદના સહાયથી સેંકડો દર્દીઓને રોગમુક્ત થયા અને તેમણે પ્રજાજનોને આયુર્વેદ તરફ વળવા માટે અનુરોધ કર્યો. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હેમંતકુમાર મહેતાએ જણાવ્યું કે એલોપેથી ઉપરાંત નેચરોપેથી એટલે કે કુદરતી ઉપચાર એ જીવનમાં અત્યંત આવશ્યક છે અને તેના દ્વારા રોગમુક્તિ આપણા વડવાઓ કર્યા કરતા હતા!! આ સમયે પીએનઆર સોસાયટીના મગજના લકવા માટે કામ કરતાં જીજ્ઞાબેનનું અભિવાદન કરવામાં આવ્યું જેમણે ૧૦ હજાર કરતાં વધુ સેરિબલ પાલ્સી એટલે કે મગજના લકવાગ્રસ્ત બાળકોના જીવનમાં મહત્વનો ફાળો ભજવીને તેવા બાળકોના કુટુંબીજનોને ખૂબ જ રાહત આપી છે. ઉદ્ઘાટન સમારોહમાં ૯૪ વર્ષના Naturopathy ચિકિત્સક વિનુભાઈ ગાંધીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે આજના દવાવાદમાં દુનિયાના દવા ઉદ્યોગના માફિયાઓએ વિશ્વના આરોગ્ય તંત્રને ઝડપીને લોકોની આર્થિક વ્યવસ્થાને ખોરવી નાખી છે અને તેમાંથી છૂટવા માટેનો એકમાત્ર ઉપાય એ કુદરતી ઉપચાર છે. કાર્યક્રમના અધ્યક્ષ એવા નલિન પંડિતે જણાવ્યું કે ભાવનગરનું અહોભાગ્ય છે કે જીતુભાઈ વાઘાણી જેવા શિક્ષણ મંત્રી મળ્યા છે અને તેમણે જાહેરમાં અનુરોધ કર્યો કે આવનારા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને વાલીઓ માટે ભૂતકાળમાં જેમ શુદ્ધ અને સ્વસ્થ જીવન પુસ્તક ચાલતું હતું. તે રીતે તમામ પ્રકારની વૈકલ્પિક સારવાર જેવીકે કુદરતી ઉપચાર; મડ થેરાપી,Hydrotherapy, આહાર ઉપચાર, ઉપવાસ તથા એનીમા, સ્વમૂત્ર ચિકિત્સા, એક્યુપ્રેશર, મેગ્નેટ થેરાપી આયુર્વેદ ને હોમિયોપેથી એવા તમામ વિષયોના જરૂરી માહિતીના પાઠ શિક્ષણમાં આવરી લેવા જોઈએ.