BA.1 થી સંક્રમિત લોકોની સરખામણીમાં BA.2 સબ વેરિએન્ટથી સંક્રમિત લોકોમાં અન્યને સંક્રમિત કરવાની સંભાવના ૩૩% થી વધુ છે
નવી દિલ્હી,તા.૧
દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પણ મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. દેશમાં ફેબ્રુઆરીના પ્રથમ દિવસે જ બે લાખથી ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૧,૬૭,૦૫૯ નવા કેસ નોંધાયા છે અને ૧૧૯૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨,૫૪,૦૭૬ સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૭,૪૩,૦૫૯ પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૧૧.૬૯ ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના છેલ્લા એક સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો એવું લાગે છે કે દેશમાં કોવિડ સંક્રમણના કેસમાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ આ સમયે મૃત્યુઆંકને અવગણી શકાય તેમ નથી. ૩૧ જાન્યુઆરીએ દેશમાં ૯૫૯ લોકોના મોત થયા છે, જ્યારે ૨૫ જાન્યુઆરીએ દેશમાં રેકોર્ડ ૬૧૪ મૃત્યુની પુષ્ટિ થઈ હતી. જો આ ૭ દિવસના દૈનિક મૃત્યુનો સરવાળો કરીએ તો કુલ આંકડો ૫ હજારથી વધુ થાય છે. જે દેશના આરોગ્ય નિષ્ણાતોને ચિંતામાં મૂકે છે. કારણકે એક તરફ દેશમાં કોવિડ રિકવરી રેટ