છેલ્લા ૨૪ કલાકમાં ૨,૮૧,૧૦૯ સંક્રમિતો સાજા થયા, દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૬૨૧૬૦૩ પર પહોંચી, દૈનિક પોઝિટિવિટી રેટ ૯.૨૬ ટકા
(સં. સ. સે.) નવી દિલ્હી, તા.૨
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. ફેબ્રુઆરીના સતત બીજા દિવસે બે લાખથી ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૧,૬૧,૩૮૬ નવા કેસ નોંધાયા છે અને ૧૭૩૩ લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨,૮૧,૧૦૯ સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૬,૨૧,૬૦૩ પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૯.૨૬ ટકા છે. દેશમાં ૧ ફેબ્રુઆરીએ ૧૭,૪૨,૭૯૩ ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૭૩,૨૪,૩૯,૯૮૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ૨૫ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધીના એક સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો એવું લાગે છે કે દેશમાં કોવિડ સંક્રમણના કેસમાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ આ સમયે મૃત્યુઆંકને અવગણી શકાય તેમ નથી. ૩૧ જાન્યુઆરીએ દેશમાં ૯૫૯ લોકોના મોત થયા છે, જ્યારે ૨૫ જાન્યુઆરીએ દેશમાં રેકોર્ડ ૬૧૪ મૃત્યુની પુષ્ટિ થઈ હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના તમામ દેશોને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ વિશે વારંવાર ચેતવણી આપી રહી છે અને કહી રહી છે કે, ખતરો હજુ ટળ્યો નથી. WH એ ફરી એકવાર કહ્યું છે કે, વિશ્વના ઘણા દેશોમાં ઓમિક્રોન વેવની પિક આવવાની બાકી છે. તેથી કોવિડ -૧૯ પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવામાં આવે. મંગળવારે કોવિડ-૧૯ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટેકનિકલ લીડએ આ સૂચન કર્યું હતું. ઓનલાઈન બ્રીફિંગમાં,WH ના અધિકારી મારિયા વેને કહ્યું કે, અમે બધાને અપીલ કરીએ છીએ કે, ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના પિક આવવાની બાકી છે. ઘણા દેશોમાં કોરોના રસીકરણનો દર ઘણો ઓછો છે અને આ દેશોની નબળી આબાદીને કોવિડ-૧૯ રસી મળી નથી. તેથી, આવા સમયે, એક સાથે તમામ પ્રતિબંધો દૂર કરવા જોઈએ નહીં.