કમિશ્નર નો ચાર્જ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ને સોંપવામાં આવ્યો
ભાવનગર મહાનગરપાલિકા ના કમિશ્નર મૂકુલ ગાંધી (એમ.એ.ગાંધી) ની રાજ્ય ના એસટી વિભાગના એમડી તરીકે બદલી થતાં હાલ તુરંત કમિશ્નર તરીકેનો ચાર્જ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ને સોંપવામાં આવ્યો છે. સરકાર દ્વારા રાજ્ય ના IAS અધિકારીઓ ની બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા માં ત્રણ વર્ષથી ફરજરત કમિશ્નર મુકૂલ ગાંધી ની પણ બદલી કરવામાં આવી છે કમિશ્નર ગાંધી ને ગુજરાત રાજ્ય પરિવહન સેવા એસટી ના એમડી તરીકે બદલી કરવામાં આવી છે કમિશ્નર ગાંધી એ ભાવનગર મહાનગરપાલિકા માં 3 વર્ષ 9 માસ અને 27 દિવસ ફરજ બજાવી છે ગાંધી એ ભાવનગર માં પોતાના કાર્યકાળ દરમ્યાન અનેક મહત્વપૂર્ણ પ્રજાહિતલક્ષી નિર્ણયો લીધા હતા અને વિકાસ કાર્યો ને વેગ આપ્યો હતો, કમિશ્નરની બદલી થતાં હાલ તુરંત કમિશ્નર તરીકેનો ચાર્જ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ને સોંપવામાં આવ્યો છે આથી કાર્યકારી કમિશ્નર તરીકે યોગેશ નિરગુડે વધારાની જવાબદારી પણ વહન કરશે ભાવનગર મહાનગરપાલિકા માં કમિશ્નર ની ખાલી પડેલી જગ્યાએ આગામી દિવસોમાં નવા કમિશ્નર ની નિમણૂંક કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે આજે કમિશ્નર ની બદલી થઈ હોવાની જાણ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ શાસક-વિપક્ષના હોદ્દેદારો ને થતાં તેઓ કમિશ્નર ને મળવા દોડી આવ્યા હતાં અને તેમના કાર્યકાળ ને બિરદાવી અભિનંદન આપ્યા હતા.