આજે ભાવનગરમાં 83 નવા કોરોનાના કેસ નોંધાયા, 276 કોરોનાને માત આપી, શહેરમાં 2નું મોત

85

શહેરમાં 716 અને ગ્રામ્યમાં 115 દર્દીઓ મળી કુલ 831 એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં આજે 83 કેસ નોંધાયા હતા, આમ દિનપ્રતિદિન કોરોનાના કેસો માં ઘડાડો થતા લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો, જેને લઈ ભાવનગર શહેરમાં આજે 65 નવા કેસ નોંધાયા હતા જેમાં 56 પુરુષનો અને 9 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે 247 દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ 18 કેસ નોંધાયા હતા, જેમાં 13 પુરુષનો અને 5 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 29 દર્દીઓ કોરોનાને માત આપી હતી, શહેર અને ગ્રામ્યમાં એક-એક મોત નીપજ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 247 અને તાલુકાઓમાં 29 કેસ મળી કુલ 276 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને 716 પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં 115 દર્દી મળી કુલ 831 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 28 હજાર 803 કેસ પૈકી હાલ 831 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 335 દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર મૂકુલ ગાંધી ની એસ.ટી નિગમના એમડી તરીકે બદલી
Next articleભાવનગરના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એલ.પી.જી. બોટલિંગ પ્લાન્ટ દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ ડ્રીલનું આયોજન