ગેસ લીકેજને રીપેરિંગ કરતાં લાગેલી આગને સફળતાપૂર્વક ઓલવવામાં આવી
ભાવનગરના તગડી ખાતે આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એલ.પી.જી. બોટલિંગ પ્લાન્ટ દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આકસ્મિક સંજોગોમાં અગાઉથી સતર્કતા દાખવી જાનમાલની નુકશાની અટકાવી શકાય અને થતાં નુકશાનને અટકાવી શકાય તે માટે સમયે- સમયે આવી મોક ડ્રીલ દ્વારા આકસ્મિક સંજોગોમાં સર્જાતી પરિસ્થિતિઓ પર કાબૂ મેળવી શકાય તેમજ સજ્જતા પણ કેળવી શકાય તે માટે આવી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે.
જે અંતર્ગત તગડી ખાતે આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ટેન્ક નં.2 માં ગેસનું લીકેજ થયું હતું. તેને રીપેરીંગ કરતાં બોલ્ટ પડી જતી આ આગ વકરી હતી. આ ગેસ લીકેજનું એલાર્મ વાગતાં જ સમગ્ર પ્લાન્ટમાં સુરક્ષા કોલ જારી કરી દેવામાં આવ્યો હતો. જેથી તુરંત જ આગને ઓલવવા માટે પાણી છંટકાવ કરવામાં આવ્યું હતું. પરંતુ આગ વધુ હોવાથી પ્લાન્ટના સ્રિંરીકલિંગ (કુલિંગ સિસ્ટમ ચાલું) કરવામાં આવી હતી. આ ઉપરાંત ગેસની પાઇપલાઇનમાં આવતો ગેસનો સપ્લાય હંગામી ધોરણે તુરંત બંધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગ્નિશમન દળ દ્વારા આગને વધુ પ્રસરતિ અટકાવવા માટે તુરંત કામગીરી હાથ ધરવામાં આવતાં આ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આમ, આ સમગ્ર મોક ડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
આ મોકડ્રીલ વખતે જિલ્લા વહીવટીતંત્ર વતીથી જે.આર. મારૂ, એ.એસ.આઇ., એસ.ઓ.જી. ભાવનગર, અગ્નિશમન દળના કારખાના નિરીક્ષક સુધાકર યાદવ, ભૂંભલીના મેડિકલ ઓફિસર
ડો. સુફિયાન લખાણી, ઘોઘા પોલીસ સ્ટેશનના એ.એચ. મકવાણા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સિનિયર પ્લાન્ટ મેનેજરએ ઉપસ્થિત આ આમંત્રિતોનું હાર્દિક સ્વાગત કરી પ્લાન્ટમાં ઉપસ્થિત સુરક્ષા ઉપાયોની જાણકારી આપી હતી.