મેડલ સિસ્ટમમાં ચાવડીગેટ પાવર હાઉસ સર્કલ વિભાગ ને પણ રેન્ક મળ્યાં
પશ્ચિમ ગુજરાત વિજ કંપની દ્વારા તાજેતરમાં મેડલ સિસ્ટમ જાહેર કરવામાં આવી છે જેમાં ભાવનગર શહેરમાં શ્રેષ્ઠ સંકલન-કામગીરી સબબ પાવર હાઉસ સાથે સર્કલ વિભાગની નોંધ લેવાઈ છે અને એક એક્ઝિક્યુટિવ એન્જિનિયરને શ્રેષ્ઠ સંકલન-કામગીરી સબબ બિરદાવવામા આવ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છ પીજીવીસીએલ વિભાગના 12 સર્કલો માટે વિજ કંપની દ્વારા તાજેતરમાં મેડલ સિસ્ટમ લાગું કરવામાં આવી છે જેમાં શ્રેષ્ઠ સંકલન સાથે ઉત્કૃષ્ટ કામગીરી સબબ મુખ્ય કચેરી સર્કલ વિભાગોને રેન્ક આપી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. જેમાં ભાવનગર શહેર ચાવડીગેટ પાવર હાઉસને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો સાથે સર્કલ વિભાગને બીજો ક્રમ સાથે એક્ઝિક્યુટિવ એન્જિનિયર ટી.એમ પંડ્યા સહિતના અધિકારીઓ ને રેન્ક આપી પ્રોત્સાહિત કરી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં.