ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલાની રાષ્ટ્રીય વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોક શાળામાં ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડૉ.પર્વેઝભાઈ પઠાણે વ્યસનમુક્તિના ફાયદા અંગે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું અને બાળકો નાની ઉમર થી વ્યસનથી દુર રહી નિરોગી જીવન જીવે અને બાળકો હંમેશા સ્વસ્થ રહે તેવા હેતુથી શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્રસ્પર્ધા યોજી વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સોનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. મિલનભાઈ ઉપાધ્યાય અને તેની ટીમ દ્વારા દરેક વિદ્યાર્થીનું બ્લડગ્રુપ અને હિમોગ્લોબિનનો ટેસ્ટ કરી છાત્રાલયમાં જમતા અને ઘરે જમતા વિદ્યાર્થી ભાઈ-બહેનોનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ તકે શાળાના આચાર્ય વાઘજીભાઈ કરમટિયા, શિક્ષણગણ, બાળકો તથા સ્ટાફએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.