બોટાદ જીલ્લા પંચાયતના આરોગ્ય ખાતાના ચેરમેન સંગીતાબેન ગાબાણી તેમજ જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ ડી. પંચાળા,રાણપુર તાલુકા પંચાયતના ઉપ.પ્રમુખ ગોવિંદભાઈ ઠોળીયા,રાણપુર તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ પંચાળા તેમજ બોટાદ જીલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન ના પી.એ.રેખાબેન દ્વારા રાણપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ પ્રાઈવેટ દવાખાનાઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જે ચેકીંગ દરમ્યાન પ્રાઈવેટ દવાખાના માં હોમિયોપેથિક લાઈસન્સ હોવા છતા ઈન્જેક્શન અને દવા ના બોટલા ચડાવતા માલુમ પડેલ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર