આજે ભાવનગરમાં ૯૭ નવા કોરોનાના કેસ નોંધાયા, ૧૯૫ કોરોનાને માત આપી, ૫ના મોત

283

શહેરમાં ૬૧૫ અને ગ્રામ્યમાં ૧૧૩ દર્દીઓ મળી કુલ ૭૨૮ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં આજે ૯૭ કેસ નોંધાયા હતા, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૭૭ નવા કેસ નોંધાયા હતા જેમાં ૫૯ પુરુષનો અને ૧૮ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૧૭૫ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૨૦ કેસ નોંધાયા હતા, જેમાં ૧૩ પુરુષનો અને ૭ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૨૦ દર્દીઓ કોરોનાને માત આપી હતી, શહેરમાં ૩ અને ગ્રામ્યમાં ૨ મોત નીપજ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૭૫ અને તાલુકાઓમાં ૨૦ કેસ મળી કુલ ૧૯૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૬૧૫ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૧૧૩ દર્દી મળી કુલ ૭૨૮ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૮ હજાર ૯૦૦ કેસ પૈકી હાલ ૭૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૪૦ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleબોટાદ જીલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન દ્વારા રાણપુરમાં દવાખાનાઓનું ચેકીંગ હાથ ધરાયુ
Next articleભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં ૭ એજંન્ડાઓ મંજુર કરાયા