ટોલનાકા પર ટ્રકોનાં ડીઝલ-સમયનાં વેડફાટને અટકાવવા નેશનલ પરમિટ આપવાની માગ

888
gandhi2692017-2.jpg

ભારતનાં અર્થતંત્રમાં ટ્રાન્સપોટ્રેશન મહત્વનું અંગ છે અને લાખો લોકોની આજીવીકાનું સાધન છે. પરંતુ ટ્રાન્સ્પોર્ટરો ઘણી આર્થિક તથા કાયદાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભાઇચારા ઓલ ઇન્ડીયા ટ્રક ઓપરેટર વેલ્ફેર એસોશી-એશન દ્વારા ટ્રાન્સ પોર્ટર્સની માંગણીઓ તથા સમસ્યાઓ કેન્દ્ર અને રાજય સરકાર સામે મુકીને વહેલી તકે નિર્ણય લેવા વિનંતી કરી છે. જેમાં ટોલનાકા પર ડીઝલ તથા સમયનાં વેડફાટ સામે વાર્ષિક પરમીટ સીસ્ટમ અમલમાં લાવવા પણ માંગણી ઉઠાવી છે. ગાંધીનગરમાં આ મુદ્દે એસોશી-એસન દ્વારા આ મુદ્દે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
નોટબંધીનાં દિવસોમાં ટોલનાકાઓ પર ટોલટેક્ષ ઉઘરાવવાનું બંધ કર્યુ ત્યારે ટ્રકોનાં ફેરા વધી ગયા હતા અને ડીઝલની પણ બચત થઇ હતી. ટોલનાકાઓ પર લાગતી વાહનોની લાઇનોનાં કારણે લાખો લીટર ડીઝલનાં વેડફાટ સાથે સમયની બરબાદી થઇ રહી છે. ત્યારે સરકાર વાર્ષિક પરમીટ સીસ્ટમ લાવે તો ઓપરેટર્સ પહેલા જ પૈસા ભરી દે અને ટોલનાકા પર સમય ન બગડે.
ટ્રકોમાં ઓવરલોડીંગ તથા ઓવર હાઇટને લઇને સુપ્રિમની ચોક્કચ ગાઇડ લાઇન છતા જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા નિયમો અને જુદા દંડ છે. ત્યારે સુપ્રિમની ગાઇડલાઇડ લાઇનનું પાલન રાજય સરકારો કરાવે તે આવશ્યક છે. જયારે માલની હેરાફેરીમાં પણ કેટલીક સમસ્યાઓ છે તે મુદ્દે પણ એલાન કરતાં જણાયુ હતુ કે પાર્ટીઓ સામાન લોડીગ તથા ખાલી કરવાનાં પૈસા ડ્રાઇવરો પાસેથી વસુલે છે તે હવે નહી આપવામાં આવે. ટ્રક ડીલેવરી કરવા જાય ત્યારે દિવસો સુધી પૈસાની લાલચમાં ખાલી નથી કરવામાં આવતી અને મુનશીઓ પૈસા માંગે છે. 
ટ્રક પડી રહે તો તેનાં પૈસા નથી મળતા પણ ટ્રક મોડી પડે તો પેનલ્ટીનાં પૈસા લઇ લેવામાં આવે છે. ત્યારે ખાલી કરાવવાનાં કોઇ પૈસા ન આપવા, ભરવા-ઉતારવા નાં પૈસા ન આપવા, પાર્ટી માલ ભરાવે તેનો વિમો ફરજીયાત હોવો જોઇએ, પુરા વજનનું ભાડુ આપવામાં આવે. અડધાથી એક ટકાની છુટ્ટ આપવામાં આવે, રસ્તામાં માલ ચોરાય તો ફરિયાદ સ્વીકારવામાં આવે સહિતની બાબતે ૧લી ઓકટોબરથી તમામ ઓપરેટર્સ તથા બોકર્સને પાલન કરવા તથા કરાવવા એલાન કરવામાં આવ્યુ છે.

Previous articleટોલનાકા પર ટ્રકોનાં ડીઝલ-સમયનાં વેડફાટને અટકાવવા નેશનલ પરમિટ આપવાની માગ
Next articleસરસ્વતિ વિદ્યાલય સે. -૬ માં ગરબાનું આયોજન