ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતીની સામાન્ય સભાની બેઠકનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૬ મુદ્દોઓ પર ચર્ચા-વિચારણા તથા એક મુદ્દો મંજુર કરાયો હતો.
ભાવનગર શહેરના નવાપરા સ્થિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે આજરોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભા ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, આ બેઠકમાં ૬ એજેન્ડાઓ પર ચર્ચા-વિચારણા કર્યા બાદ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા, તથા એક અધ્યક્ષ સ્થાનેથી મંજુર કરવામાં આવ્યો હતો. જેમાં નગરપ્રાથમિક શિ.સમિતિ સંચાલિત શાળા નં-૫૫ના પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓ તથા ન.પા.શિ ના સદસ્યો ૩ દિવસ પોંઈચા પ્રવાસે સંદર્ભે ના ખર્ચ ૩ લાખ અંગે ચર્ચા કચેરીમાં હંગામી ધોરણે ફરજ ૨ પટ્ટાવાળાને કાયમી કરવા તથા અલગ અલગ શાળાઓમાં ધોરણ-૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ના અપમૃત્યુ સંદર્ભે તેમના વાલીઓને આર્થિક સહાય ચુકવવા તથા અધ્યક્ષ સ્થાને થી મુદ્દે ચર્ચા કર્યા બાદ મંજુર કરવામાં આવ્યા હતા.