લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક પોલીસ હિરાસતમાં

261

કોર્ટ મેરેજ કર્યાના દસ્તાવેજ રજૂ થયા નથી, બન્ને પ્રેમમાં હોય લવ જેહાદ જેવું હજુ તપાસમાં ખુલ્યું નથી : ઇન્ચાર્જ ડિવાય.એસ.પી. ડી.ડી. ચૌધરી
મહુવા ખાતે એક હિન્દુ સગીરાને મુસ્લિમ શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને લોકઅપ હવાલે કર્યો હતો.
મહુવા પો.સ્ટે.માં સગીરાને લગ્નની લાલચ આપી નવાબ હુસેનભાઇ સિકંદરભાઇ પઠાણ નામનો વિધર્મી શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવાયેલ જેમાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવ અંગે ઇન્ચાર્જ ડિવાય.એસ.પી. ચૌધરીએ જણાવેલ કે, આરોપીએ કોર્ટમાં મેરેજ કર્યાં હોય તેવા દસ્તાવેજો રજૂ કર્યાં નથી અને બન્ને એકસાથે નોકરી કરતા હોય પ્રેમ સંબંધ થયો હોય લવ જેહાદ જેવું હજુ સુધી તપાસમાં ખુલ્યું ન હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે, યુવતી સગીર હોવાનું જાણતો હોવા છતાં લગ્નની લાલચ આપી ભગાડી જઇ સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં ૭ એજંન્ડાઓ મંજુર કરાયા
Next articleડીડીઓના માર્ગદર્શન હેઠળ કોળીયાક દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન