મહુવા અને જેસર પંથક ના ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર રાની પશુઓ દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે જેમા અનેક વખત પશુઓ ના મોત થઈ રયા છે અને ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે જેમાં આજે વધુ એકવાર સિંહ દ્વારા બળદ ઉપર હુમલો કરવામાં આવ્યો સ્થળ ઉપર બળદ નુ મોત થયું હતું ગામડાઓ મા ફફડાટ ફેલાયો ખેડૂતો ખેતીકામ કરવા જતા પણ ડરી રહ્યા છે મળતી વિગત મુજબ બીલા ગામના ઘનશ્યામ ભાઈ રવજી ભાઈ મકવાણા ની માલિકી નો બળદ હોવાનુ જાણવા મળી રયુ છે ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ નો સ્ટાફે તપાસ હાથ ધરી