ઝુકરબર્ગ-અંબાણીથી અદાણી અબજોપતિની યાદીમાં આગળ

79

ગૌતમ અદાણી ૯૦.૫ અબજ ડોલર એટલે કે ૬.૭૮ લાખ કરોડ રુપિયાની સંપત્તી સાથે ૧૦મા ક્રમે પહોંચ્યા
નવી દિલ્હી,તા.૪
વિશ્વના ટોચના અબજપતિઓના લિસ્ટમાં મોટા ફેરફારો થયા છે. ફેસબૂસ સ્થાપક માર્ક ઝુકરબર્ગને થયેલા નુકસાન બાદ આ લિસ્ટમાં ફેરફાર થયા છે.ભારતના ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હવે આ લિસ્ટમાં ૧૦મા નંબરે છે અને રિલાયન્સના શેરના ભાવમાં જોવા મળેલા ઘટાડાના પગલે મુકેશ અંબાણી ૧૧માં નંબર પર આવી ગયા છે. એક અહેવાલ પ્રમાણે આજે ગૌતમ અદાણીની સંપત્તિ ૯૦.૫ અબજ ડોલર એટલે કે ૬.૭૮ લાખ કરોડ રુપિયા થઈ ગઈ હતી અને તે સમયે રિલાયન્સના માલિક મુકેશ અંબાણીની સંપત્તિ ૮૯.૨ અબજ ડોલર એટલે કે ૬.૬૯ લાખ કરોડ રુપિયા હતી.આમ અદાણીએ મુકેશ અંબાણીનો ઓવરટેક કર્યો હતો. શુક્રવારે મુકેશ અંબાણીની સંપત્તિમાં બે અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. બંને ભારતીય ઉદ્યોગપતિઓ ઝુકરબર્ગથી આગળ નિકળી ગયા છે.કારણકે ઝુકરબર્ગની કંપની મેટાનો શેર ૨૬ ટકાથી વધારે તુટયો છે અને્‌ તેમને એક જ દિવસમાં ૩૧ અબજ ડોલરનુ નુકસાન ઉઠાવવુ પડ્યુ છે.આમ ઝુકરબર્ગ હવે બારમા સ્થાને પહોંચી ગયા છે. હાલમાં ટેસ્લાના માલિક અને સ્થાપક એલન મસ્ક દુનિયાના નંબર વન અબજ પતિ છે અને તેમની નેટવર્થ ૨૩૧ અબજ ડોલર છે. વ્શ્વના ટોચના અબજોપતિઓમાં એલન મસ્ક ૨૩૧ ડોલર, બર્નાર્ડ આરનોલ્ટ ૧૬૭ અબજ ડોલર, જેફ બેઝોસ ૧૬૪ અબજ ડોલર, બિલ ગેટસ ૧૨૯ અબજ ડોલર, લેરી પેજ ૧૨૭ અબજ ડોલર, સર્ગેઈ બ્રિન ૧૨૨ અબજ ડોલર, વોરન બફેટ ૧૦૦ અબજ ડોલર, સ્ટીવ બાલ્મર ૧૦૮ અબજ ડોલર, લેરી એલિસન ૧૧૨ અબજ ડોલરનો સમાવેશ થાય છે.

Previous articleમહારાષ્ટ્રના પુણે અકસ્માતમાં ૭ મજૂરોનાં મોત નિપજ્યા
Next articleદિલ્હી સહિત ઉત્તર ભારતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદનાં કારણે ઠંડી