ભાવનગરની બે વિદ્યાર્થિનીઓને યુજીસી દ્વારા અપાતી પી.જી. સ્કોલરશીપ ફોર યુનીવર્સીટી રેન્ક હોલ્ડર સ્કીમમાં પસંદગી

92

નંદકુંવરબા મહિલા કોલેજની બન્ને વિદ્યાર્થિનીઓને રૂ. 37,200 જેટલી રકમની સ્કોલરશીપ દર વર્ષે મળશે
ભાવનગરની બે વિદ્યાર્થિનીઓએ યુજીસી દ્વારા અપાતી પી.જી. સ્કોલરશીપ ફોર યુનીવર્સીટી રેન્ક હોલ્ડર સ્કીમમાં સમગ્ર ભારતમાંથી સ્કોલરશીપ પ્રાપ્ત કરી છે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે એમ.એ. સમાજશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરતી સોલંકી ક્રિષ્ના અને મનોવિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરતી ખેર નિરાલીની બી.એ. ના પ્રથમ વર્ષથી યુનીવર્સીટીમાં સતત રેન્ક પ્રાપ્ત કરવા બદલ પી.જી. સ્કોલરશીપ ફોર યુનીવર્સીટી રેન્ક હોલ્ડર સ્ક્રીમમાં સમગ્ર ભારતમાંથી પસંદગી કરવામાં આવી છે. યુનીવર્સીટી ગ્રાન્ટ કમીશન(યુ.જી.સી.) દ્વારા સમગ્ર ભારતની યુનીવર્સીટીમાં પ્રથમ વર્ષથી યુનીવર્સીટીમાં સતત રેન્ક પ્રાપ્ત કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ મેળવવા માટે સમગ્ર ભારતની યુનીવર્સીટીમાં રેન્ક પ્રાપ્ત કરેલી વિદ્યાર્થિનીઓને પસંદગી કરી તેમાંથી પ્રથમ વર્ષથી સતત રેન્ક પ્રાપ્ત કરેલી વિદ્યાર્થિઓની સ્કોલરશીપ માટે પસંદગી કરવામાં આવી છે. આ સ્કીમમાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થિનીની પસંદગી થતા સમગ્ર ભાવનગર માટે ગૌરવની બાબત છે. નંદકુંવરબા મહીલા કોલેજ દેવરાજનગરમાં અભ્યાસ કરતી સોલંકી ક્રિષ્ના અને નિરાલીની આ સ્કીમ માટે પસંદગી પામી કોલેજ અને યુનીવર્સીટીનું ગૌરવ વધાર્યું છે. આ સ્કીમમાં સોલંકી ક્રિષ્ના અને ખેર નિરાલી બંને રૂ. 37,200 જેવી માતબર રકમની સ્કોલરશીપ દર વર્ષે મળશે. સોલંકી ક્રિષ્ના અને ખેર નિરાલીની આ સિદ્ધિ બદલ કોલેજના મે. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મે.ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleવસંત પંચમી નિમિત્તે ભાવનગરમાં ૫૦૦થી વધુ લગ્નોની ધૂમ
Next articleભાવનગરના દડવા, સણોસરા અને રતનપર (ગા) ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રીય કક્ષાનો NQAS એવોર્ડ પ્રાપ્ત થયો