બેંક કર્મીના પરીવારે કોમામાં સરી પડેલ સભ્યની બંને કિડની તથા લીવરનુ દાન કરી નવો રાહ ચિંધ્યો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીથલપુર ગામનાં વતની અને નોકરી સબબ ભાવનગર સ્થાયી થયેલ એક બેંક કર્મી ટૂંકી બિમારી ને પગલે કોમામાં સરી પડતા પરીવારે કઠણ કાળજે નિર્ણય લીધો કે પરીવારના આ સભ્યના અંગોનું દાન કરી સામાજિક સેવાની એક મિસાલ કાયમ કરી છે. સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીથલપુર ગામે રહેતા અશોકભાઈ ભીખાભાઈ મારૂં વાણંદને ભાવનગર એસબીઆઈ બેંકમાં નોકરી મળતાં પરીવાર સાથે ભાવનગર સ્થાયી થયાં હતાં આનંદ કિલ્લોલ કરતાં પરીવારનુ સુખ કુદરતને જાણે મંજૂર ન હોય તેમ થોડા દિવસ પહેલા અશોકભાઈ ને બ્રેઈન સ્ટોકનો હુમલો આવતા પરીવારે તત્કાળ ભાવનગર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જયાં તબીબો એ અથાગ પ્રયત્નો કરવા છતાં કોઈ ફર્ક જણાયો ન હતો અને અશોકભાઈ કોમામાં સરી પડતા પરીવાર પર વજ્રઘાત થયો હતો આ સમયે ભાવનગર ના તબીબોએ તેના પરીવાર જનોને સમજાવી આવી ક્રિટિકલ પરિસ્થિતિમાં અશોકભાઈ ને રીકવરી આવવાની શકયતા નહીવત હોય આથી જો પરીવાર ઈચ્છે તો તેમના અંગોનું દાન કરી અશોકભાઈ ને અમર કરી શકે તેમ છે આથી પરીજનોએ કાળજું કઠણ રાખી અંગદાન માટે મંજૂરી આપતાં ભાવનગર ના તબીબો એ અમદાવાદ ના સર્જનોની મદદ-રાહબરી હેઠળ અશોકભાઈ ની બંને કિડની તથા લીવર લયને જરૂરીયાતમંદો ના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી આપ્યું હતું એક નાનકડા ગામના અને નાનાં માણસનાં પરીવારે હિંમત ભેર લીધેલ નિર્ણય ની ચોમેર પ્રશંસા થઈ રહી છે અને દિવંગત અશોકભાઈ ના દિવ્યાત્માને તબીબો તથા પરીજનોએ શ્રદ્ધાજલી પાઠવી હતી.