શહેરમાં ૪૮૨ અને ગ્રામ્યમાં ૧૦૨ દર્દીઓ મળી કુલ ૫૮૪ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં આજે ૫૫ કેસ નોંધાયા હતા, કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૩૬ નવા કેસ નોંધાયા હતા જેમાં ૨૭ પુરુષનો અને ૯ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૧૬૮ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૧૯ કેસ નોંધાયા હતા, જેમાં ૧૦ પુરુષનો અને ૯ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૨૬ દર્દીઓ કોરોનાને માત આપી હતી, શહેરમાં ૧ અને ગ્રામ્યમાં ૪ મોત નીપજ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૬૮ અને તાલુકાઓમાં ૨૬ કેસ મળી કુલ ૧૯૪ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૪૮૨ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૧૦૨ દર્દી મળી કુલ ૫૮૪ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૮ હજાર ૯૫૫ કેસ પૈકી હાલ ૫૮૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૪૫ દર્દીઓનું અવસાન થયું છે.