વિઘ્નહર્તા ફાઉન્ડેશન વર્ષોથી ભાવનગરમાં ગરીબ અને જરૂરીયાત મંદ લોકોને મદદરૂપ થઈ રહયુ છે. આ સંસ્થાના ચેરમેન જયોતિન્દ્રભાઈ ત્રિવેદી હાલ યુ.એસ.એ. માં છે. છતાં ભાવનગર માટે અનેરો પ્રેમ ધરાવે છે. તેમનો જન્મ દિવસ તા.૪-૨ના રોજ હોય. પોતાના જન્મ દિવસની ઉજવણી ભાવનગરના HIV પીડીત સ્ત્રીઓ અને બાળકોની વચ્ચે અનોખી રીતે કરી હતી. ૐૈંફ પીડીત બહેનોને દર મહિને સેનેટરી પેડ અને દવા આપવામાં આવે છે અત્યંત ગરીબ અને નિરાધાર બહેનોને અનાજની કીટ આપી અને ઉજવી તેમજ ૐૈંફ પીડીત બાળકોને અભ્યાસ અંગેની બધીજ મદદ કરવાની ખાત્રી આપી હતી. આ કાર્યક્રમમાં ભાવનગરના જાણીતા કવિ અને પ્રાધ્યાપક હિમલભાઈ પંડયાએ HIV પીડીત બહેનોને જીવન જીવવાની પ્રેરણા આપતુ વકતવ્ય આપ્યુ હતુ.
તેમજ મ્યુઝીક લવર્સ ગ્રુપે ગીતો દ્વારા બધાનું મનોરંજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા વિઘ્નહર્તા ચેરીટી ફાઉન્ડેશનના મેમ્બર્સ શૈલેષભાઈ પંડયા અને અલ્પેરાભાઈ કાપડીયાએ જહેમત ઉઠાવી હતી.