રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ બોટાદના આદેશાનુસાર રાણપુર તાલુકા કાનુની સેવા સમિતી દ્વારા પ્રિન્સીપાલ સિવિલ જજ અને જ્યુડી.મેજી.ફ.ક. કોર્ટ રાણપુર ખાતે તા.૧૨-૩-૨૦૨૨ના રોજ રાષ્ટ્રીય લોક-અદાલત યોજાશે.આ લોક અદાલતમાં સમાધાનપાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ., નેગોશીયેબલ (ચેક રીર્ટન), બેંકને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસ વગેરે સમાધાન માટે રાખવામાં આવનાર છે. પક્ષકારોએ નેશનલ લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરી શકે તે માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો જે તે અદાલતનો અથવા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય બોટાદનો તથા રાણપુર તાલુકા કાનુની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.