નોરા ફતેહીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ડિલીટ

350

મુંબઈ,તા.૫
બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પરંતુ હવે કદાચ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ નહીં રહી શકે કેમ કે તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ થઈ ગયું છે. અભિનેત્રીના ચાહકો માટે ખરાબ સમાચાર છે, હવે તમે સોશિયલ મીડિયા પર નોરાના ફોટા નહીં જોઈ શકશો. નોરા ફતેહીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ડિલીટ થઈ ગયું છે જેથી ફેન્સ પણ હેરાન થઈ ગયા છે. નોરા હંમેશા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તેના પ્રોજેક્ટ્‌સ વિશે માહિતી આપતી હતી અને લાખો લોકો તેને ફોલો પણ કરતા હતા. પરંતુ હવે અચાનક તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દેખાતું નથી નોરા ફતેહીના ઈન્સ્ટાગ્રામ પર ૩૭.૬ મિલિયવ યૂઝર્સ ફોલો કરતા હતા. એવામાં તેનું એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર સૌથી ઉપર જ જોવા મળતું હતું પરંતુ હવે એવું નથી. જો તમે હવે ઇન્સ્ટાગ્રામ પર નોરા ફતેહીનું એકાઉન્ટ સર્ચ કરશો તો તેનું પેજ ત્યાં દેખાશે જ નહીં. હવે ઈન્સ્ટાગ્રામ પર નોરા ફતેહીના એકાઉન્ટ પર ક્લિક કર્યા બાદ લખવામાં આવી રહ્યું છે કે માફ કરશો આ પેજ ઉપલબ્ધ નથી. આનાથી સ્પષ્ટ છે કે નોરા ફતેહીનું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દેવામાં આવ્યું છે. નોરા ફતેહી અત્યારે દુબઈમાં વેકેશન મનાવી રહી છે. આ જ કારણથી નોરાએ થોડા કલાકો પહેલા પોતાના વેકેશનના કેટલાક ફોટો શેર કર્યા હતા. આ ફોટોમાં નોકો બે સિંહો સાથે બેઠેલી જોવા મળી હતી. આ તસવીરોની સાથે નોરાએ એક ક્યૂટ કેપ્શન પણ લખ્યું હતું. નોરાએ લખ્યું હતું કે, ’હવેથી માત્ર સિંહની ઉર્જા હશે, બીજું કંઈ નહીં. પરંતુ તે ખૂબ જ સુંદર છે. નોરા ફતેહીની આ પોસ્ટને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી હતી. અભિનેત્રીની આ પોસ્ટ તેના ફેન પેજ પર શેર કરવામાં આવી હતી. જણાવી દઈએ કે નોરા ફતેહી થોડા સમય પહેલા કોરોના વાયરસથી સંક્રમિત થઈ હતી પરંતુ સ્વસ્થ થયા બાદ નોરા વેકેશન પર ગઈ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી છેલ્લે ’ડાન્સ મેરી રાની’ ગીતમાં જોવા મળી હતી જેમાં ગુરુ રંધાવા પણ હતા. આ ગીતને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. નોરા અને ગુરુ રંધાવાનું આ બીજું ગીત હતું. આ પહેલા નોરા અને ગુરુ રંધાવાની જોડીએ ’નાચ મેરી રાની’ ગીતથી ચાહકોનું દિલ જીતી લીધું હતું.

Previous articleરાણપુર કોર્ટમાં ૧૨મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત
Next articleઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ જસ્ટિન લેંગરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું