રાજ્યની સ્કૂલોમાં સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ થશે

85

કોરોનાના કેસો ઘટતા લેવાયો નિર્ણય : શાળાઓ ઓફલાઈન-ઓનલાઈન પૈકી એક પદ્ધતિથી ચાલુ રાખવા સંચાલકો દ્વારા માંગણી કરવામાં આવી છે
ગાંધીનગર, તા.૫
ગુજરાતની સ્કૂલોમાં સોમવારથી ઓનલાઈનની સાથે હવે ઓફલાઈન શિક્ષણ પણ શરૂ થશે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો ઘટતાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસો વધવા લાગતા રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧થી ૯ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ પદ્ધતિ બંધ કરી માત્ર ઓનલાઈન માધ્યમથી જ શિક્ષણ આપવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ધોરણ ૧૦થી ૧૨માં હાલમાં ઓફલાઈન પદ્ધતિથી શિક્ષણ ચાલી રહ્યું છે. જેથી શાળાઓમાં પ્રાથમિક માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જો કે, રાજ્ય સરકારના નિર્ણય બાદ હવે સોમવારથી રાજ્યની શાળાઓ ફરીથી ધમધમશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં કોરોનાના કેસો ઓછા થતાં અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવારથી જૂની ર્જીંઁ પ્રમાણે ધોરણ ૧થી ૯નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે. જ્યારે બીજી તરફ શાળાઓ ઓફલાઈન-ઓનલાઈન પૈકી કોઈ એક પદ્ધતિથી ચાલુ રાખવા સંચાલકો દ્વારા માંગણી કરવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા ધોરણ ૧થી ૯માં ઓનલાઈન શિક્ષણની સાથે સાથે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કરી શકાશે. વિદ્યાર્થીઓ ઓનલાઈન કે ઓફલાઈન પૈકી પોતાની પસંદગી અનુસાર શિક્ષણ મેળવી શકશે. શિક્ષણ વિભાગના ૭ ફેબ્રુઆરી ૨૦૨૨ના પરિપત્રની અન્ય જોગવાઈઓ યથાવત રહશે. તેમજ સરકાર દ્વારા કોરોના વાયરસ સંબંધિત પ્રસિદ્ધ કરવામા આવતી ર્જીંઁનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે સરકાર સમક્ષ આગામી દિવસોમાં શાળાઓમાં કોઈ પણ એક જ પદ્ધતિથી શિક્ષણ આપવામા આવે તેવી માંગણી કરી છે. હાલમાં ઓનલાઈન અને ઓફલાઈન પદ્ધતિથી શિક્ષણ આપવામા આવી રહ્યું છે. જેમાં ધોરણ ૧થી ૯નાં વર્ગોમાં ઓનલાઈન જ્યારે ધોરણ ૧૦થી ૧૨માં ઓફલાઈન વર્ગો ચાલી રહ્યા છે. હવે બે પદ્ધતિથી શિક્ષણને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ મુંઝવણમાં મૂકાયા છે. જેથી સરકારા દ્વારા આગામી દિવસોમા શાળાઓ બંને પૈકી કોઈ પણ એક પદ્ધતિથી શિક્ષણ ચાલુ રાખવા નિર્ણય લે તો તે શાળાઓ અને વિદ્યાર્થીઓ માટે હિતાવહ રહેશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૨૭ લાખ નવા કેસ નોંધાયા