ભારત રત્ન કોકિલકંઠી સ્વ. લતા મંગેશકરજીને ભાવનગર શહેર ભાજપ દ્વારા શ્રદ્ધાંજલી

87

દરેક ભારતીયોમાં રાષ્ટ્રભક્તિ જગાડનાર… વતનપ્રેમની ચરમસીમા સમાન અમર ગીત… ઓ !! મેરે વતન કે લોગો… ના ગાયિકા
૧૯૬૯ માં પદ્મ ભૂષણ, ૧૯૮૯ માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ૧૯૯૯ માં પદ્મ વિભૂષણ, ૨૦૦૧ માં ભારત રત્ન જેવા ભારત સરકારના સન્માનો પ્રાપ્ત કરનાર મહાન ગાયિકાની જરૂર સર્વશક્તિમાનને પડી હશે… ભારતભૂમિમાં ગુંજતો સ્વર હવે બ્રહ્માંડમાં ગુંજશે એ નિશ્ચિત છે, ત્યારે દરેક ભારતીયોમાં રાષ્ટ્રભક્તિ જગાડનાર… વતનપ્રેમની ચરમસીમા સમાન અમર ગીત… ઓ !! મેરે વતન કે લોગો… જેમના મુખે ગવાયું તેવા કોકિલકંઠી સ્વ. લતા મંગેશકરજીને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગરના સાંસદ શ્રી ભારતિબેન શિયાળ, રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રી વિભાવરીબેન દવે, ભાવનગર શહેર ભાજપના અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ, ડી, બી, ચુડાસમા, મહામંત્રી શ્રી યોગેશભાઈ બદાણી અને શ્રી ડી.બી.ચુડાસમા, મેયર શ્રીમતિ કિર્તીબેન દાણીધરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, વરિષ્ઠ આગેવાનો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા નગરસેવકો, શિક્ષણ સમિતિના સદસ્યો, વોર્ડ સંગઠન, વિવિધ સેલ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ અને કાર્યકરોએ ભારતરત્ન અને કોકિલકંઠી એવા સ્વ. લતા મંગેશકરજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.

Previous articleતળાજાના પીથલપુર ગામના કુટુંબ માટે ‘પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના’ બની વાસ્તવમાં સુરક્ષા છત્ર
Next article“લતા દિદીનો કંઠ વૈકુંઠની યાદ અપાવતો હતો’ : મોરારીબાપુ