આજે ભાવનગરમાં ૩૮ નવા કોરોનાના કેસ નોંધાયા, ૧૬ કોરોનાને માત આપી, ૨ના મોત

79

શહેરમાં ૫૧૭ અને ગ્રામ્યમાં ૮૭ દર્દીઓ મળી કુલ ૬૦૪ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં આજે ૩૮ કેસ નોંધાયા હતા, કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, આજે ૫૦ ની અંદર કેસ આવ્યા હતા, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૩૬ નવા કેસ નોંધાયા હતા જેમાં ૨૫ પુરુષનો અને ૧૧ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૧૬૮ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૨ કેસ નોંધાયા હતા, જેમાં ૨ પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૧૬ દર્દીઓ કોરોનાને માત આપી હતી, શહેરમાં ૧ અને ગ્રામ્યમાં ૧ મોત નીપજ્યું હતું. ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૧૬ કેસ મળી કુલ ૧૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૫૧૭ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૮૭ દર્દી મળી કુલ ૬૦૪ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૮ હજાર ૯૯૩ કેસ પૈકી હાલ ૬૦૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૪૭ દર્દીઓનું અવસાન થયું છે.

Previous article“લતા દિદીનો કંઠ વૈકુંઠની યાદ અપાવતો હતો’ : મોરારીબાપુ
Next articleસુર મહારાણી લતા મંગેશકરની બાળપણથી સંગીતના સફર સુધીની જીવનગાથા….