લતાજીના અવસાનને પગલે બોલિવૂડ જગતના કલાકારો દ્વારા સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી

100

(એ.આર.એલ),મુંબઇ,તા.૬
સ્વર કોકિલ કંઠી લતા મંગેશકરનું રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું. ૯૨ વર્ષીય લતા મંગેશકર કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. ૮ જાન્યુઆરીએ તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર છવાઈ ગઈ છે અને તમામ સેલિબ્રિટીઓ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.લતા મંગેશકરના નિધન પર અનુષ્કા શર્માએ ટ્‌વીટ કર્યું, ‘ભગવાન સુંદર અવાજો દ્વારા વાત કરે છે. ભારત માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે કારણ કે સ્વર કોકિલ કંઠીએ તેના નશ્વર દેહને છોડી દીધો છે. લતાજીના અવાજે તેમને અમર બનાવી દીધા છે. તેના સંગીત દ્વારા હંમેશા આપણા હૃદયમાં રહેશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે સંવેદના. ભગવાન લતાજીનાં આત્માને શાંતિ આપે. લતા મંગેશકરના નિધનના સમાચાર સાથે બોલિવૂડમાં શોકનો માહોલ છે. બોલિવૂડ સ્ટાર્સ હજુ પણ આ સમાચાર પર વિશ્વાસ નથી કરી શકતા અને પોતપોતાની રીતે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પંજાબી સિંગર ગુરુ રંધાવાથી લઈને ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન,ગીતકાર સ્વાનંગ કિરકિરે, અક્ષય કુમાર, તરણ આદર્શ, અનુપમ ખેર, અનિલ કપૂર, હેમા માલિની, ધર્મેન્દ્ર, અને શત્રુધન સિન્ગા સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી છે.અજય દેવગને લખ્યું, “હંમેશાં માટે એક આઈકોન. હું તેમના ગીતોની વિરાસતને યાદ રાખીશ. આપણે કેટલા નસીબદાર હતા કે લતાજીના ગીત સાંભળીને મોટા થયા. ઓમ શાંતિ. મંગેશકર પરિવાર પ્રત્યે સંવેદના.” એ આર રહેમાને લતા મંગેશકર સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું, “પ્રેમ, સન્માન અને પ્રાર્થના”. અક્ષય કુમારે લખ્યું, “મેરી આવાજ હી પહેચાન હૈ, ગર યાદ રહે ! આવા અવાજને કોઈ કેવી રીતે ભૂલી શકે છે. લતા મંગેશકરજીના નિધનથી ખૂબ જ દુઃખી છું, મારી સંવેદના અને પ્રાર્થના. ઓમ શાંતિ.” અનિલ કપૂરે લખ્યું, “મારું દિલ તૂટી ગયું છે. પરંતુ આ અવિશ્વસનીય આત્માને જાણીને અને તેમના પ્રેમ માટે ધન્ય છું. લતાજી મારા દીલમાં એક સ્થાન ધરાવે છે જે ક્યારેય કોઈ નહીં લઈ શકે. તેઓ શાંતિથી આરામ કરે અને પોતાના તેજથી આકાશને રોશન કરે.” મધુર ભંડારકરે લતા મંગેશકર સાથેનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, ” દીદીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓ વર્ષોથી મારા માટે એક માતાની જેમ રહ્યા છે. દર બીજા અઠવાડિયે તેમની સાથે ફોન કરીને વાત કરતી હતી અને વાતચીત કરતો હતો. આ મારે માટે વ્યક્તિગત ક્ષતિ છે. તેમણી ઉપસ્થિતિ મારા જીવનમાં યાદ આવશે. લવ યુ દીદી. ઓમ શાંતિઈં વૉઇસ ઑફ ઇન્ડિયા.”

Previous articleતખ્તેશ્વરની ક્યૂટ ગર્લ ધ્રુતિનો આવતીકાલે જન્મદિવસ
Next articleઅમે બધા ખેલાડીઓ અને કોચે અમારા કેમ્પમાં સારું વાતાવરણ બનાવ્યું હતું. : યશ ધુલ