મોદીએ ભારત સહિત વિશ્વના મોટા ભાગમાં કૃષિને મદદ કરવામાં યોગદાન માટે ICRISAT ની પ્રશંસા કરી : ખાસ ડિઝાઇન કરેલા લોગોનું પણ અનાવરણ
(સં. સ. સે.) હૈદરાબાદ, તા.૬
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના પાટનચેરુમાં ઈન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ સેમી-એરિડ ટ્રોપિક્સ (ICRISAT)કેમ્પસની મુલાકાત લીધી હતી અનેICRISATની ૫૦મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ICRISAT ની પ્લાન્ટ પ્રોટેક્શન પર ક્લાઈમેટ ચેન્જ રિસર્ચ ફેસિલિટી અનેICRISAT ની રેપિડ જનરેશન એડવાન્સમેન્ટ ફેસિલિટીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ બે સુવિધાઓ એશિયા અને સબ-સહારન આફ્રિકાના નાના ખેડૂતોને સમર્પિત છે. પ્રધાનમંત્રીએu ICRISAT ના ખાસ ડિઝાઇન કરેલા લોગોનું પણ અનાવરણ કર્યું હતું અને આ પ્રસંગે જારી કરાયેલ સ્મારક સ્ટેમ્પનું પણ વિમોચન કર્યું હતું. તેલંગાણાનાં રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન, કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્ર સિંહ તોમર અને જી. કિશન રેડ્ડી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વસંત પંચમીના શુભ અવસરની નોંધ લીધી અનેu ICRISAT ને ૫૦ વર્ષ પૂરાં થવા માટે અભિનંદન પાઠવ્યાં હતાં.