ડી.કો.બેંકની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારી નોંધાવી

94

શહેર માટે ધીરુભાઈ ધામેલીયા, ગારિયાધારમાં કેશુભાઈ નાકરાણી, ઘોઘામાં દિગ્વિજયસિંહ ગોહિલ સહિત ૩૬ ઉમેદવારી પત્રો ભરાયા, તારીખ ૨૮ ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી
ભાવનગર જિલ્લા બેંક તરીકે જાણીતી એવી ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી આગામી તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે તેનો વિધિવત જાહેરનામું બહાર પડયા બાદ આજે ભાજપના ઉમેદવારોએ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેકટરની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ભાવનગર જિલ્લા સહિત ૧૩ તાલુકામાં ૮૮ શાખા ધરાવતી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની આગામી તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે છેલ્લા ૧૨ વર્ષ જેટલા સમયથી સ્ટેટ બેંકમાં કોંગ્રેસનું શાસન છે છેલ્લા કેટલાય સમયથી ચૂંટણી થઈ નથી ત્યારે ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપ દ્વારા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં સત્તા હાંસલ કરવા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે જેના ફોર્મ ભરવા માટે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું ભાવનગર શહેર માટે ધીરુભાઈ ધામેલીયા ગારીયાધાર માટે કેશુભાઈ નાકરાણી અને ઘોઘાના દિગ્વિજયસિંહ ગોહિલ સહિત ૧૩ તાલુકામાં મળી કુલ ૩૬ ઉમેદવારી પત્રો ભરાયા હોવાનું જાણવા મળેલ છે. અને અંતિમ દિવસે ફાઇનલ ઉમેદવારની જાહેરાત કરાશે. ભાજપ દ્વારા સ્ટેટ બેંકમાં સત્તા હાંસલ કરવા ૧૩ તાલુકામાં તેમજ ગ્રામ્ય પંથકોમાં મળી ૨૬ નિરીક્ષકો મૂકવામાં આવ્યા છે અને માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે સત્તા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે જ્યારે કોંગ્રેસ માટે આ વખતે ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં સત્તા હાંસલ કરવા માટે કપરા ચઢાણ રહેશે તેવું મનાઇ રહ્યું છે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અગાઉ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ સત્તા ટકાવી રાખવા ચૂંટણી નહીં કરવા રોડાં નાંખી રહ્યા છે આજે ઉમેદવારી પત્રો ભરવા માટે શહેર તથા જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleરાજ્યમાં કોરોનાના કેસ ઘટતા આજથી ધોરણ 1 થી 9ની શાળાઓ શરૂ કરવામાં આવી
Next articleહલુરીયા ચોકમાંથી યુવાનની લાશ મળી