હલુરીયા ચોકમાંથી યુવાનની લાશ મળી

102

અજાણ્યા યુવાનનું પ્રથમ દ્રષ્ટિએ બિમારીથી મોત થયું હોવાની સંભાવના : પોલીસે શહેર-જિલ્લાના પોલીસ મથકોમાં ફોટા મોકલી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી
શહેરના હલુરીયાચોક વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસે લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી. આજરોજ વહેલી સવારે શહેરના સી-ડીવીઝન પોલીસને કોલ મળ્યો હતો કે શહેરના હલુરીયાચોક માં જાહેર રોડપર એક અજાણ્યો યુવાન રોડપર પડ્યો છે અને કોઈ જ પ્રતિક્રિયા નથી આપી રહ્યો આથી સી-ડીવીઝન તથા આપાતકાલિન સેવા ૧૦૮નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેમાં ૧૦૮ ના સ્ટાફે અજાણ્યા યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો આથી પોલીસે લાશનું સ્થળપર પંચનામું કરી લાશને પીએમ માટે સર.ટી હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખ સાથે વાલી-વારસદારોની શોધખોળ હાથ ધરી હતી. મૃતક અંગે પોલીસ તથા લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું કે, તેના મોતનું કારણ સંભવતઃ કોઇ બિમારીના કારણે અથવા હૃદય રોગનો હુમલો આવવાના કારણે થયું હોવાની સંભાવના છે. પરંતુ સાચુ કારણ તો પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.

Previous articleડી.કો.બેંકની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારી નોંધાવી
Next articleમહુવાના વાઘનગર રોડપર બે બાઈક અથડાતા સુંદરનગરના યુવાનનું મોત