આજે ભાવનગરમાં ૩૦ નવા કોરોનાના કેસ નોંધાયા, ૨૫૪ કોરોનાને માત આપી, ૧ના મોત

120

ભાવનગર જિલ્લામાં આજે ૩૦ કેસ નોંધાયા હતા, કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, સતત બીજા દિવસે ૫૦ ની અંદર કેસ નોંધાયા હતા, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૨૭ નવા કેસ નોંધાયા હતા જેમાં ૧૬ પુરુષનો અને ૧૧ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૧૬૮ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૩ કેસ નોંધાયા હતા, જેમાં ૧ પુરુષ અને ૨ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૧૧ દર્દીઓ કોરોનાને માત આપી હતી, શહેરમાં ૧ મોત નીપજ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૪૩ અને તાલુકાઓમાં ૧૧ કેસ મળી કુલ ૨૫૪ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.
આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૩૦૦ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૭૯ દર્દી મળી કુલ ૩૭૯ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૦૨૩ કેસ પૈકી હાલ ૩૭૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૪૮ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleમહુવાના વાઘનગર રોડપર બે બાઈક અથડાતા સુંદરનગરના યુવાનનું મોત
Next articleભાવનગરને અન્યાય કેમ ? ક્યાં સુધી લાંબા અંતરની ટ્રેન માટે પ્રતિક્ષા કરવાની