તમે તેને માનો કે ન માનો, આ હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે કહ્યું કે સંઘ લોકોને વિભાજીત કરતું નથી : મોહન ભાગવત
નાગપુર,તા.૭
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે ધર્મ સંસદમાં કથિત રીતે કરાયેલી હિન્દુત્વની વાતો પર અસહમતિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ધર્મ સંસદમાં અપાયેલા નિવેદનો હિન્દુઓના શબ્દ ન હતા અને હિન્દુત્વનું પાલન કરનારા લોકો ક્યારેય તેની સાથે સહમત હોઈ શકે નહીં. એક મીડિયા સમૂહ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હિન્દુત્વ અને રાષ્ટ્રીય એકીકરણ વિષય પર બોલતા તેમણે આ વાત જણાવી. ઇજીજી પ્રમુખે કહ્યું કે ધર્મ સંસદમાં અપાયેલા નિવેદનો હિન્દુઓના શબ્દ નહતા. જો હું કઈ પણ ગુસ્સામાં બોલું તો તે હિન્દુત્વ નથી. તેમણે વધુમાં કહ્યું કે એટલે સુધી કે વીર સાવરકરે કહ્યું હતું કે જો હિન્દુ સમુદાય એકજૂથ અને સંગઠિત થઈ જાય તો તેઓ ભાગવત ગીતા વિશે બોલશે, કોઈને ખતમ કરવા કે તેને નુકસાન પહોંચાડવા વિશે નહીં બોલે. દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના રસ્તે ચાલવા વિશે ભાગવતે કહ્યું કે આ હિન્દુ રાષ્ટ્ર બનાવવા વિશે નથી. તમે તેને માનો કે ન માનો, આ હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે કહ્યું કે સંઘ લોકોને વિભાજીત કરતું નથી. પરંતુ મતભેદો દૂર કરે છે અને અમે આ હિન્દુત્વનું પાલન કરીએ છીએ. અત્રે જણાવવાનું કે ગત વર્ષ ડિસેમ્બરમાં હરિદ્વારમાં આયોજિત ધર્મ સંસદમાં મુસ્લિમો વિશે આપત્તિજનક ટિપ્પણી કરાઈ હતી અને રાયપુરમાં મહાત્મા ગાંધી વિશે અમર્યાદિત ટિપ્પણી થઈ હતી. સંઘ પ્રમુખ મોહન ભાગવતે રવિવારે ૨૦૧૮માં સંઘના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આમંત્રણ આપવા અંગેનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જ્યારે તેઓ મુખર્જીને આમંત્રિત કરવા માટે તેમને મળવા ગયા તો ’ઘર વાપસી’ના મુદ્દે ખુબ તૈયારી કરીને ગયા હતા. ભાગવતે કહ્યું કે તે સમયે ’ઘર વાપસી’ના મુદ્દે સંસદમાં પણ ખુબ હોબાળો થયો હતો અને બેઠક દરમિયાન મુખર્જી દ્વારા પૂછાયેલા કોઈ પણ સવાલનો જવાબ આપવા માટે તેઓ તૈયાર હતા. ભાગવતે કહ્યું કે જ્યારે તેઓ મુખર્જીને મળવા માટે ગયા તો તેમણે આ મુદ્દે જવાબ આપવાની કોઈ જરૂર જ ન પડી. કારણ કે તેમણે પોતે કહ્યું કે જો તમે (સંઘે) ઘર વાપસીમાં કામ કર્યું ન હોત તો દેશના ૩૦ ટકા સમુદાય દેશથી કપાઈ ગયા હોત. ઇજીજી પ્રમુખે દોહરાવ્યું કે ધર્મ સંસદમાં જે પણ કઈ કહેવાયું તે કોઈ હિન્દુના શબ્દ ન હોઈ શકે.