ભાવનગર નાગરિક સહકારી બેંક લિ. તા.8/2/2022ના રોજ મંગળવારના રોજ 68માં સ્થાપના દિન નિમિત્તે ગુજરાત કોંગ્રેસના પ્રવકતા તથા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મનીષભાઈ દોશીનાં અધ્યક્ષસ્થાને ભાવનગર બ્લેક બેંક સરદારનગરના સહયોગથી બેંકની હેડ ઓફિસ, મોરારજી દેસાઈ નાગરિક બેંક ભવન, ડોન ચોક કૃષ્ણનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે 7 જેટલી સામાજિક સંસ્થાઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરનારાઓને સર્ટિફિકેટ તથા બેંક તરફથી ટોકન ભેટ આપવામાં આપવામાં આવ્યું હતું. આ અંગે ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, આજે અમારી બેંકને 68 વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેના ભાગરૂપે આજે હેડ ઓફિસ ખાતે સામાજિક સંસ્થાઓ પ્રતિનિધિઓને ચેક વિતરણ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંકના ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાય, શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, ડો.ડી.બી.રાણીગા, બિપીન વ્યાસ, પ્રદીપભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ બારૈયા, હૉદેદારો, સભાસદો તથા આમંત્રિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.