ભાવનગર રેલવે ડિવિઝનની કિડ્સ હટ સ્કૂલમાં બાળકોના વાલીઓ માટે સ્પર્ધાનું આયોજન કરાયું

105

ભાવનગર રેલવેના DRMની હાજરીમાં સ્પર્ધાનું આયોજન કરાયું
વેસ્ટર્ન રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) દ્વારા સંચાલિત બાલ મંદિર/કિડ્સ હટ શાળામાં વસંત પંચમીના શુભ અવસરેના રોજ કિડ્સ હટ સ્કૂલ ખાતે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન ખાતે બાળકોના વાલીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેસ્ટર્ન રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા સંચાલિત બાલ મંદિર/કિડ્સ હટ શાળામાં રંગોળી સ્પર્ધામાં ભાવનગરના પ્રમુખ તુહિના ગોયલના માર્ગદર્શનમાં પેરેન્ટ્સ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો અને વાલીઓએ બનાવેલ અવનવી રંગોલીઓ ભાવનગર ડીઆરએમ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન સંધ્યા ચારોલા, દ્વિતીય સ્થાન સપના સોલંકીએ અને તૃતીય સ્થાન કોમલ રાઠોડ/રાહુલ દેવરિયાએ મેળવ્યું હતું. આ સ્પર્ધા માટે મહિલા સમિતિના તમામ સભ્યોએ ભાગ લેનાર વાલીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Previous articleભાવનગરની નાગરિક બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને સામાજિક સંસ્થાઓને ચેક વિતરણ કાર્યક્રમો યોજાયા
Next articleસાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો 241મો પ્રાગટ્ય દિવસ ઉજવાયો