સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો 241મો પ્રાગટ્ય દિવસ ઉજવાયો

98

મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના મંદિર ખાતે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના 241માં પ્રાગટ્ય દિન વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.

અનાદિ અક્ષર સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના 241માં પ્રાગટ્ય દિન નિમિતે વિશેષ પૂજનનો પ્રારંભ સવારે 6 કલાકે પવિત્ર બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રો દ્વારા કરેલ જેમાં વિવિધ પ્રકારના ફુલ-હાર, ગોળ, ફળ ધરાવવામાં આવેલ પૂજન-અર્ચન-ર્તિન કર્યા બાદ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) દ્વારા આરતી કરવામાં આવી હતી, તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ -શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને તા.8-2-2022ને મંગળવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી પૂજારી સ્વામી દ્વારા શ્રી કષ્ટભંજનદેવને વાધાનો દિવ્ય શણગાર ધરાવી મંગળા આરતી – શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) કરવામાં આવી હતી.

Previous articleભાવનગર રેલવે ડિવિઝનની કિડ્સ હટ સ્કૂલમાં બાળકોના વાલીઓ માટે સ્પર્ધાનું આયોજન કરાયું
Next articleમોટા સુરકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી કૃતિ એજ્યુ એપ્સે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું