ટીએમસી સાંસદે કરેલ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં જૈન સમાજ દ્વારા અપાયું આવેદન

80

જૈન સમાજના વિવિધ મંડળો અને આગેવાનોએ રોષ ઠાલવ્યો
ભારતીય સંસદમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ દ્વારા જૈન સમાજ વિશે અભદ્ર ભાષામાં આપત્તિજનક ટિપ્પણી કરતાં સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે આજે ભાવનગરમાં જૈન સમાજના વિવિધ મંડળો અને આગેવાનો દ્વારા પ્રાર્થના જૈન યુવક મંડળની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ દ્વારા સંસદમાં જૈન સમાજ વિશે કરેલી અભદ્ર ટીપ્પણીના વિરોધમાં જૈન સમાજમાં ભારે નારાજગી ફેલાઇ જવા પામી છે ભાવનગર ખાતે આજે પ્રાર્થના જૈન યુવક મંડળની આગેવાની હેઠળ પ્રાર્થના હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, શાસન સમ્રાટ નેમીસૂરીશ્વરજી ફાઉન્ડેશન તેમજ પ્રાર્થના રીલીઝીયસ ટ્રસ્ટ સહિત મંડળો અને જૈન સમાજના આગેવાનો તથા મંડળના પ્રમુખ સંજયભાઈ શાહ સહિત દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ અને જૈન સમાજ વિશે સંસદમાં ટીએમસી સાસદ દ્વારા કરાયેલ ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Previous articleમોટા સુરકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી કૃતિ એજ્યુ એપ્સે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
Next articleસર.ટી હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ