સર.ટી હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ

90

ભાવનગર શહેરના સર.ટી હોસ્પિટલમાં ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.સર.ટી હોસ્પિટલ સ્થિત સુરક્ષા-વ્યવસ્થા માટે તૈનાત સ્ટાફ અને ફાયર ફાયટરોની કાર્ય ક્ષમતા ચકાસવા માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર.ટી હોસ્પિટલ સ્થિત જૂની બિલ્ડીંગમાં આવેલ આઈસીયુ વોર્ડ પાસે આગના બનાવનો ડેમો ઉભો કરી આઈસીયુ વોર્ડમાથી ત્રણ દર્દીઓનું સફળતા પૂર્વક રેસ્કયુ કરવામાં આવ્યું હતું આ મોકડ્રિલ માં સર.ટી હોસ્પિટલ સ્ટાફ તથા ફાયરબ્રિગેડના જવાનોએ પોતાની કાર્યક્ષમતાનો ઉમદા પરચો આપ્યો હતો.

Previous articleટીએમસી સાંસદે કરેલ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં જૈન સમાજ દ્વારા અપાયું આવેદન
Next articleઆજે ભાવનગરમાં ૩૨ નવા કોરોનાના કેસ નોંધાયા, ૪૨ કોરોનાને માત આપી, ૧ના મોત