ઉસરડ ગામનાં વયોવૃદ્ધના જન્મ દિવસની ઉજવણી કરી

281

ભાવનગર જિલ્લાના સિહોર પોલીસે એક અનોખું કાર્ય કરી સંવેદના સભર સંદેશો પુરો પાડ્યો છે ઉસરડ ગામનાં વયોવૃદ્ધ અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધ ના જન્મદિવસ ની તેના ઘરે જઈને ઉજવણી કરી હતી. સાંપ્રત સમાજમાં સુરક્ષા વ્યવસ્થાની જે જવાબદારી વહન કરે છે એ પોલીસ વિભાગ દ્વારા અવારનવાર એવાં સામાજિક કાર્યો કરી માનવતાના સંવેદનશીલ સંબંધો ઉજાગર કરતાં હોય છે ત્યારે તાજેતરમાં સામાજિક સંવેદનાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સિહોર પોલીસે મિડિયા એપ માધ્યમથી સિહોર તાલુકાના ઉસરડ ગામે એકલવાયું જીવન જીવતા અને જીવન સંધ્યાની વયે પહોંચેલા વૃદ્ધનો જન્મદિવસ એપ માધ્યમથી જાણી પોલીસ જવાનોએ તેમના ઘરે પહોંચી કેક કાપી વૃદ્ધ ને ભોજન કરાવી અનોખી ઉજવણી કરી હતી અને સમાજને સુંદર ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

Previous articleખોડિયાર જયંતિ નિમિત્તે હોમાત્મક યજ્ઞ યોજાયો
Next articleધંધુકા તાલુકાના બાજરડા ગામે ચતુરી નદી ઉપર પુલ બનાવવા ધારાસભ્યની માંગણી