સોશિયલ મીડિયામાં સુર સમ્રાજ્ઞીના નિધનની જ પોસ્ટ સૌથી વધુ

89

લત્તા મંગેશકરના નિધનથી સંગીતપ્રેમીઓ વિવિધ માધ્યમો દ્વારા પોતાનો શોક વ્યક્ત કરી રહ્યા છે
ગાયન-સંગીતની દુનિયામાં વર્ષો સુધી બીન હરીફ ગાઈકા તરીકે રાજ કરનાર અને કરોડો હૃદય પર છવાઈ રહેનાર અદ્દભુત કંઠની ગોડગીફ્ટ ધરાવનાર લત્તા મંગેશકર એ ટૂંકી બિમારી બાદ મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો એ સાથે સંગીતની દુનિયાનો એક જાજરમાન સિતારો જૈફ વયે અસ્ત થયો આ સમાચાર માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વ ફલકના મિડીયામાં સતત છવાયેલા રહ્યાં છે. ત્યારે કલાના પિયર ભાવેણાંમા સુરસમ્રાજ્ઞીનીની વિદાઈની ચર્ચા ન થાય એ સહજ સ્વાભાવિક વાત છે આજના જમાનામાં એન્ડ્રોઈડ મોબાઈલ માધ્યમ એટલે સકળ જગતને એક નાના ગેઝેટમાં સમાવી લીધું છે દુનિયાના કોઈ પણ ખૂણે ઘટતી ઘટના પ્રત્યક્ષ આ ગેઝેટના માધ્યમથી નિહાળી શકાય છે અત્રે વાત છે કલા જગતની ગત રવિવારે મુંબઈ ની એક હોસ્પિટલમાં એડમિટ કોકીલકંઠી સ્વરસમ્રાજ્ઞી લત્તા મંગેશકરે બિમારી સબબ ૯૨ વર્ષની વયે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધો હતો અને એ સાથે વૈશ્વિક સુર જગતની એક મહાન હસ્તીએ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દિધી છે પરંતુ પોતાની જિંદગીના અંતિમ દિવસો સુધી સ્વર સાધના અકબંધ રાખનાર લત્તાજી સામે ગાયન જગતની શ્રેષ્ઠથી શ્રેષ્ઠતમ હસ્તીઓ નતમસ્તક છે લત્તાજીની વિદાઈ ભલે જૈફ વયે થઈ પરંતુ દરેક વ્યક્તિ માટે આ વિદાઈ એક આંચકા રૂપ બની રહી છે વિશ્વની અનેક મહાનહસ્તીઓએ વિદાઈ પર ખેદ વ્યક્ત કરવા સાથે શ્રદ્ધાજલી પાઠવી છે ભાવનગર શહેરમાં લત્તામંગેશકરની વિદાઈ સાથે જ આજદિન સુધી ચાલતીઓ અનેક અટકળો-ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લાગ્યું છે કારણકે સમય સમયાંતરે સોશ્યિલ મિડિયા પર મૃત્યુની અફવાઓએ વેગ પકડયો હતો ત્યારે છેલ્લા બે દિવસથી શહેરમાં આબાલવૃદ્ધ સૌવ કોઈના મુખ કે મોબાઈલ પર લત્તાજી શિવાય કોઈ જ ચર્ચાને સ્થાન નથી કેવી રીતે મૃત્યુ થયું ની બાબતને લઈને જીવનયાત્રા સહિતની બાબતો જાણવા જીજ્ઞાસુ ઓ “ગુગલ બાબા” સહિતની સોશ્યિલ એપ પર સર્ચ કરી રહ્યાં છે અને અરસપરસ લત્તાજી સંદર્ભે ની માહિતી નુ આદાનપ્રદાન કરતાં નઝરે ચડી રહ્યાં છે એ સાથે લત્તાજી ના તેમની જીવનયાત્રા દરમ્યાન ભાવનગર સાથે કોઈ કનેક્શન રહ્યું છે કે કેમ ભાવનગરની કોઈ વાર મુલાકાત લીધી હતી કે નહીં એ સહિતની માહિતી જાણવા લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લત્તાજી ભાવનગર સાથે પર્સનલ કોઈ સંબંધ ધરાવતા ન હતાં પરંતુ એકાદ વખત આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ.મોરારીબાપુ-તલગાજરડા મહુવા ગુરૂકુળની મુલાકાત લીધી હોવાનું જાણકારોમા ચર્ચાઈ રહ્યું છે. લત્તાજી આદ્યાત્મિક જગતમાં ઉંડી શ્રદ્ધા-આસ્થા ધરાવતા હતા અને પૂ.મોરારીબાપુ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે આ ઉપરાંત મૂળ ભાવનગરના અને વર્ષે પૂર્વે મોહ માયાની નગરી મુંબઈમાં સ્થાયી થયેલા ગીત-સંગીત સાથે સંકળાયેલા અનેક મહાનુભાવો સાથે સુરસમ્રાજ્ઞીનીને સારો એવો ધરોબો હતો લત્તાજીના માતા ગુજરાતી અને પિતા મરાઠી હતાં. આથી લત્તાજી ગુજરાતની ભાણેજ હોવાનું અનેક વાર જાહેર મંચ પર જણાવી ચુક્યાં હતાં એ સાથે ભાવનગરના વડવા ગામના વતની અને વર્ષો પહેલાં વ્યવસાય અર્થે મુંબઈ સ્થાઈ થયેલ અમીચંદ આણંદજી શાહ- ઘીવાળાના પરીવાર સાથે લત્તાજીને વર્ષો જૂનો સંબંધ છે.

Previous articleધંધુકા તાલુકાના બાજરડા ગામે ચતુરી નદી ઉપર પુલ બનાવવા ધારાસભ્યની માંગણી
Next articleઅભેસિંહ રાવલ દાહોદ મહિલાઓના હકો-અધિકારો બાબતે વધુ એક શોર્ટફિલ્મનું કલેક્ટર ડો હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં લોન્ચિંગ કરતા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર