ભારતના લોકતંત્રનું જોખમ પરિવારવાદી પાર્ટીઓ : મોદી

73

રાષ્ટ્રપતિના અભિભાષણ પર મોદીનો જવાબ : કોંગ્રેસ ન હોત તો શીખોનો નરસંહાર પણ ન થયો હોત, જો કોંગ્રેસ ન હોત તો પંજાબ આતંકવાદની આગમાં ન હોમાત
નવી દિલ્હી, તા.૮
રાષ્ટ્રપતિના અભિભાષણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં જવાબ આપ્યો. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની સરકારે દેશને નવી દિશા આપવા માટે અનેક પ્રયત્નો કર્યા. જેના સકારાત્મક પરિણામો આવ્યા છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પાર્ટીને અરીસો દેખાડતા કહ્યું કે કોંગ્રેસે બદલાવની શરૂઆત કરવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે દેશે પરિવારવાદની મોટી કિંમત ચૂકવી છે. સદનમાં કહેવાયું કે કોંગ્રેસે ભારતનો પાયો નાખ્યો અને ભાજપવાળાએ ઝંડો નાખી દીધો. કેટલાક લોકો એવું માને છે કે હિન્દુસ્તાન ૧૯૪૭માં પેદા થયું, આ સોચના કારણે મુશ્કેલી પેદા થાય છે અને જે લોકોને ૫૦ વર્ષ કામ કરવાની તક મળી તેમણે કશું કર્યું નહીં. ૧૯૭૫માં ડેમોક્રેસીનું ગળું ઘોંટીનારાએ ડેમોક્રેસી પર બોલવું જોઈએ નહીં. કોંગ્રેસે ડાયનેસ્ટીની આગળ વિચાર્યું જ નથી. ભારતના લોકતંત્રને સૌથી મોટું જોખમ છે, પરિવારવાદી પાર્ટીઓનું છે, એ માનવું પડશે. પાર્ટીમાં જ્યારે પણ કોઈ પરિવાર સર્વોપરિ થઈ જાય છે તો સૌથી પહેલી કેઝ્‌યુલ્ટી ટેલેન્ટની થાય છે. પીએમ મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીની સોચ મુજબ જો કોંગ્રેસ ન હોત તો કાશ્મીરી પંડિતોએ અત્યાચાર સહન ન કરવો પડ્યો હોત. દેશમાં લોકતંત્રની હત્યા ન થઈ હોત. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ ન હોત તો શીખોનો નરસંહાર પણ ન થયો હોત, જો કોંગ્રેસ ન હોત તો પંજાબ આતંકવાદની આગમાં ન હોમાત. જો કોંગ્રેસ ન હોત તો દીકરીઓને તંદૂરમાં ન બાળી મૂકવામાં આવી હોત. પીએમ મોદીએ કહ્યું કે હું ગણાવતો રહીશ કોંગ્રેસ જ્યારે સત્તામાં રહી તો દેશનો વિકાસ ન થવા દીધો. હવે જ્યારે વિપક્ષમાં છે ત્યારે પણ દેશના વિકાસમાં વિધ્ન નાખે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસને હવે નેશન પર આપત્તિ છે. જો નેશન ગેરબંધારણીય છે તો તમારી પાર્ટીનું નામ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ કેમ રાખવામાં આવ્યું. પીએમએ કહ્યું કે હવે જ્યારે નવી સોચ આવી છે તો તેનું નામ પણ બદલી નાખો. તમારા પૂર્વજોની ભૂલ સુધારી લો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કોંગ્રેસ જ્યાં સુધી કેન્દ્ર એટલે કે દિલ્હીની સરકાર પર બિરાજમાન હતી ત્યારે તેણે વિપક્ષી દળોની રાજ્ય સરકારોને ખુબ પરેશાન કરી. કોંગ્રેસે તો પોતાના નેતાઓને પણ ન છોડ્યા. જરા અમથી વાત પર સરકારો બદલી નખાતી હતી. દક્ષિણ ભારતની પહેલાની રાજ્ય સરકારોનો હવાલો આપ્યા બાદ પીએમ મોદીએ ગુજરાતના પોતાના કાર્યકાળનો હવાલો આપતા કહ્યું કે ગુજરાતની સરકારની સાથે પણ ભેદભાવ થતો હતો. બદનામ, અસ્થિર અને બરખાસ્ત કરો આ મોડ પર કામ થતું હતું. પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે તેમને વિપક્ષના નેતાઓના નિવેદન પર આશ્ચર્ય થાય છે. તેમને દેશનું રેકોર્ડ વેક્સીનેશન મોટી વાત નથી લાગતી. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૩ સુધીમાં કોંગ્રેસ પાર્ટીએ દેશની દુર્દશા કરી નાખી હતી. આથી તેમના નેતાઓને દેશમાં થઈ રહેલા ફેરફાર દેખાતા નથી. પીએમ મોદીએ જણાવ્યું કે કોરોનાકાળમાં એમએસએમઈસેક્ટર અને ખેતી પર સરકારે ખાસ ફોકસ કર્યું. ખેડૂતોને વધુ એમએસપીમળ્યું. પૈસા સીધા બેંક ખાતામાં જમા થયા. પંજાબના લોકોના મે અનેક વીડિયો પણ જોયા. તેમણે કહ્યું કે અમારી મહેનત તો એટલી જ છે, પરંતુ ખાતામાં આટલા પૈસા એક સાથે આવી રહ્યા છે, તે પહેલીવાર જોયું છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કોરોના મહામારી દરમિયાન કોરોના વોરિયર્સે જે એકજૂથતા સાથે સતત માનવતાની સેવા કરી તેના વખાણ સમગ્ર દુનિયામાં થઈ રહ્યા છે. કોરોનાકાળમાં તેમની સરકારે લાખો ઘરોમાં કોઈ ભૂખ્યું ન રહે તેનું ધ્યાન રાખ્યું. કોરોનાકાળમાં પાંચ કરોડ ગરીબ પરિવારોને નળથી પાણી પહોંચાડવાનું કામ કર્યું. ખેડૂતોએ કોરોનાકાળમાં બંપર પાક ઊભો કર્યો અને એમએસપી પર રેકોર્ડ ખરીદી પણ થઈ. પીએમ મોદીએ કહ્યું કે આયુષ મંત્રાલયે પણ કોરોનાકાળમાં જબરદસ્ત કામ કર્યું. દુનિયાભરના લોકો કોરોનાકાળ ખંડમાં ભારતના આયુર્વેદને સર્ચ કરી રહ્યા છે. ભારતના આયુષનું એક્સપોર્ટ વધ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે સરકારે નક્કી કર્યું છે કે ૨૦૦ કરોડ સુધીના ટેન્ડર બહારના લોકોને અપાશે નહીં. જેનાથી દેશના એમએસએમઈસેક્ટરને પણ મોટો ફાયદો થશે. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં દેશને મજબૂતાઈ દેવાની સાથે તેમની સરકારે દેશના ગરીબોને પાકા મકાન આપવાની પોતાની મુહિમ પણ નબળી પડવા દીધી નહીં. આ દરમિયાન જેટલા પણ લોકોને તે મકાન મળ્યા આજે તેમના દમ પર તે લોકોને પણ લખપતિ કહી શકાય છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આ કોરોનાકાળમાં ૮૦ કરોડથી વધુ દેશવાસીઓને મફત રાશન આપીને દુનિયા સામે ઉદાહરણ રજૂ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે અમેરિકા ૪૦ વર્ષમાં સૌથી વધુ મોંઘવારીનો દૌર ઝેલી રહ્યું છે. બ્રિટન ૩૦ વર્ષની રેકોર્ડ મોંઘવારી ઝેલી રહ્યું છે. આવા માહોલમાં પણ અમે મોંઘવારીને એક લેવલ પર રોકી રાખવાના પ્રયત્નો કર્યા છે. ૨૦૧૪થી ૨૦૨૦ સુધીમાં આ દર ૪-૫ ટકાની આસપાસ હતો અને તેની સરખામણી યુપીએ સમયગાળા સાથે કરીએ તો ખબર પડે કે મોંઘવારી શું હોય છે. યુપીએના સમયમાં મોંઘવારી ડબલ ડિજિટને સ્પર્શી રહી હતી. પીએમ મોદીએ કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીએ લખ્યું હતું કે વ્યાપ્ત હુઆ બર્બર અંધિયારા, કિન્તુ ચીર કર તમ કી છાતી તો ચમકા હિન્દુસ્તાન હમારા. શત-શત આઘાતો કો સહકર જીવિત હિન્દુસ્તાન હમારા. જગ કે મસ્તક પર રોલી સા શોભિત હિન્દુસ્તાન હમારા. આ પંક્તિઓને વાચતા પીએમ મોદીએ કહ્યું કે અટલજીના શબ્દો આજે આ કાળખંડમાં ભારતના સામર્થ્યનો પરિચય કરાવે છે.

Previous articleસેન્સેક્સમાં ૧૮૭, નિફ્ટીમાં ૫૩ પોઈન્ટનો ઉછાળો
Next articleકર્ણાટકમાં શાળા અને કોલેજ ત્રણ દિવસ બંધ રાખવા નિર્ણય