ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવી ના વરદ હસ્તે પોલીસની અહર્નીશ સેવાને ઉજાગર કરે એવું પુસ્તક લખવા માટે હર્ષ ઠાકરને પ્રેરણા આપનાર બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ની ઉપસ્થિતમાં વિમોચન કરવામાં આવેલ. પોલીસ પ્રજાના રક્ષક તરીકે દિવસ, રાત જોયા વિના ખડે પગે કામ કરે છે. પોલીસની આ પ્રકારની વૈવિધ્યસભર સેવા પ્રજા સુધી પહોંચે તો ખરેખર સો સો સલામ કરવાની ઈચ્છા રોકી ન શકાય એવાં અસંખ્ય કિસ્સાઓ દરરોજ બનતાં હોય છે. પ્રસ્તુત પુસ્તકમાં આવાં પ્રેરણારૂપ કિસ્સાઓની નવ વિવિધ ટુંકી કથાઓ રજુ કરવામાં આવેલ છે. જે વાસ્તવમાં એક અજોડ પ્રયાસ છે. આ કથાઓના શીર્ષક ભારતીય સભ્યતાના પ્રતિક એવાં સંસ્કૃતનાં સૂત્રો છે, જે આપણો ગર્વપ્રદ વારસો હોવાની સાથે આપણી જવાબદારી શિખવે છે. નાના કેન્દ્રની વાત હોવા છતાં દેશના દરેક ખુણામાં રહેલ એક એક ખાખી વર્દીના અફસરોની વાત હોય એટલી સહજ અને એટલી જ સર્વગ્રાહી છે.
પ્રથમ કથાનું શીર્ષક “।।अहर्निश सेवामहे। ।” છે અને એજ શીર્ષકને આધારે પુસ્તકનું નામ પણ અહર્નિશમ્ રાખવામાં આવ્યું છે. દિવસ રાત કોઈને કોઈ ફરજ માટે ખડે પગે રહેતાં પોલીસ ડીપાર્ટમેન્ટ માટે આ શીર્ષક એકદમ બંધબેસતું છે. “અહર્નિશમ્ “ની બીજી કથાનું શીર્ષક ।।परित्राणाय साधूनाम।। શ્રીમદ્ ભાગવદ્ ગીતાના ખુબ જ જાણીતાં શ્લોકના શબ્દો છે. પોલીસ એ રક્ષણની જ એક વ્યવસ્થા છે. સજ્જનોના રક્ષણ માટે પોલીસ ઘણું કરી છૂટતી હોય છે, પણ આ વાર્તા એક અજાણ્યા વ્યક્તિની ગરિમાનું પોલીસ દ્વારા કઈ રીતે કરવામાં આવેલું તેની વાત કરે છે.
“અહર્નિશમ્ “ની ત્રીજી વાર્તા ।। वयं रक्षामः।। પોલીસતંત્રની એક પાયાની લાક્ષણિકતા વિશે વાત કરે છે : ‘રક્ષા’ ! ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ જે રીતે સમુદ્રના કિનારાઓની રક્ષા કરે છે, એમ પોલીસ માનવતાના કિનારાઓની રક્ષા કરે છે. આ રક્ષા કયારે તેઓની ફરજની કિનારીની અંદર હોય તો ક્યારેક બહાર પણ હોય આ વાત એક સામાન્ય વ્યક્તિ, એક નાનકડાં બાળકને કઈ રીતે સ્પર્શે છે એ દર્શાવવાનો આ વાર્તાનો પ્રયાસ છે. સાવ સરળ શબ્દોમાંશબ્દોમાં કહીએ તો બોટાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રેરણાત્મક કામગીરીને વાર્તાના એક નાનકડાં ગુચ્છમાં પ્રસ્તુત કરતું એક પુસ્તક. આ પુસ્તકમાં કુલ નવ વાર્તાઓ છે અને આમાંની કોઈપણ વાર્તા કોઈ કાલ્પનિક બીના પર રચાયેલી નથી. હા, અમુક પાત્રોની નામબદલી, ઉમેરો, ઘટનાસ્થળોની ફેરબદલી કે વાર્તા ઘડવા કોઈ ઘટના ની સમયરેખામાં ફેરફાર કરેલ છે પણ એનાથી મૂળ ઘટનાને કોઈ છેડછાડ થાય નહીં એની પણ તકેદારી લીધી છે.
તસવીર-વિપુલ લુહાર