આર.એમ.પી.બેરીંગ કંપની દ્વારા પોલીસ ચોકી બનાવવામાં આવી,જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તથા આર.એમ.પી.બેરીંગ કંપનીના માલીક રાજેન્દ્રભાઈ મકવાણાના હસ્તે લોકાર્પણ કરાયુ.
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ પાળીયાદ ત્રણ રસ્તે નૂતન પોલીસ ચોકી નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.વિશ્વ વિખ્યાત આર.એમ.પી.બેરીંગ કંપની દ્વારા પાળીયાદ ત્રણ રસ્તે પોલીસ ચોકી બનાવવામાં આવી જેનો લોકાર્પણ કાર્યક્રમ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તથા આર.એમ.પી.બેરીંગ કંપનીના માલીક રાજેન્દ્રભાઈ મકવાણા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ.
પોલીસ ચોકી તથા આસપાસપા વિસ્તારને તથા મુખ્ય રોડ ને કવર કરતા સી.સી.ટી.વી.કેમેરાથી સજ્જ પોલીસ ચોકીના લોકાર્પણ પ્રસંગે મહાપુજા કરવામાં આવી હતી.જેમાં જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા,આર.એમ.પી.બેરીંગ કંપનીના માલીક મિતેનભાઈ મકવાણા,રાણપુર પી.એસ.આઈ-એસ.એચ.ભટ્ટ દ્વારા પુજન કરવામાં આવ્યુ હતુ.શાસ્ત્રોક વિધિ સાથે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.આર.એમ.પી.બેરીંગ કંપની માલીક રાજેન્દ્રભાઈ મકવાણા,મિતેનભાઈ મકવાણા,ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક વિશાલભાઈ મકવાણા,બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા,ડી.વાય.એસ.પી-એસ.કે.ત્રિવેદી,એમ.બી.વ્યાસ,એસ.ઓ.જી-પી.આઈ.એચ.આર.ગોસ્વામી,પી.આઈ-એસ.બી.ચૌધરી, કે.એસ.દેસાઈ,રાણપુર પી.એસ.આઈ-એસ.એચ.ભટ્ટ,બરવાળા પી.એસ.આઈ- એન.જી.રબારી,ગઢડા પી.એસ.આઈ-આર.બી.કરમટીયા સહિતના પોલીસ અધિકારીઓ તેમજ આર.એમ.પી.બેરીંગ કંપનીના કર્મચારીઓ પોલીસ ચોકી લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર