શહેરમાં ૧૮૫ અને ગ્રામ્યમાં ૬૪ દર્દીઓ મળી કુલ ૨૪૯ એક્ટિવ કેસ, ૧૪૮ કોરોનાને માત આપી
ભાવનગર જિલ્લામાં આજે ૪૨ કેસ નોંધાયા હતા, કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, સતત ચોથા દિવસે ૫૦ ની અંદર કેસ નોંધાયા હતા, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૩૫ નવા કેસ નોંધાયા હતા જેમાં ૨૭ પુરુષનો અને ૮ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૧૪૮ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૭ કેસ નોંધાયા હતા, જેમાં ૪ પુરુષ અને ૩ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૧૧ દર્દીઓ કોરોનાને માત આપી હતી, શહેરમાં અને ગ્રામ્યમાં એક-એક મોત નીપજ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૪૮ અને તાલુકાઓમાં ૧૪ કેસ મળી કુલ ૧૬૨ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા ઘટીને ૧૮૫ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૬૪ દર્દી મળી કુલ ૨૪૯ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૦૯૭ કેસ પૈકી હાલ ૨૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૧ દર્દીઓનું અવસાન થયું છે.