થોડાં દિવસો પૂર્વે અરુણાચલ પ્રદેશમાં ભારતની સરહદોનું રક્ષણ કરી રહેલા ભારતીય સેનાના ૭ જવાનો ગુમ થયાં હતાં. સેનાના અધિકારીઓની સઘન શોધખોળ બાદ ભારતીય સેના દ્વારા સત્તાવાર રીતે દુઃખદ સમાચારો પ્રાપ્ત થયા કે એ સાત જવાનો હિમપ્રપાતને લીધે મૃત્યુ પામ્યા છે. યોગાનુયોગ અત્યારે પૂજ્ય મોરારીબાપુની કથા અરૂણાચલમાં જ મુખ્યમથક ઇટાનગર ખાતે ચાલી રહી છે. બાપુએ આજની કથાના પ્રારંભમાં આ ૭ જવાનોને પોતાની શ્રદ્ધાંજલિ પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી.કથાના યજમાન શ્રી નિખિલભાઈને ઈટાનગર જીલ્લા કલેકટરને સાથે રાખી તમામ જવાનોના પરિવારજનોને શ્રી હનુમાનજીની સાંત્વનારૂપે પ્રત્યેક સૈનિકના પરિવારને રૂપિયા ૫-૫ હજારની તત્કાલ સહાય પહોંચાડવા જણાવ્યું છે.