ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૨માં લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાના ઓનલાઈન આવેદન પત્રો ભરવાની મુદત પૂર્ણ થઇ ચૂકી છે. આમ છતાં માર્ચ ૨૦૨૨ની પરીક્ષા માટે આવેદનપત્ર ઓનલાઈન ભરવાનું બાકી રહી ગયું હોય તેવા રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરી શકાય તે હેતુથી તારીખ ૭ ફેબ્રુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ઓફલાઈન માધ્યમે પરીક્ષા ફોર્મ ભરવા માટે વધુ ૧૦ દિવસની મુદત આપવામાં આવી છે. આ માટે બોર્ડની વેબસાઇટ ુુુ.ખ્તજીહ્વર્.ખ્તિ પરથી ઓફલાઇન ફોર્મના નમુનાની પ્રિન્ટ લઈને જે શાળામાં અગાઉ અભ્યાસ કર્યો હોય તે શાળાના સહી-સિક્કા જરૂરી દસ્તાવેજો અને પરીક્ષાની ફી, રૂપિયા ૩૫૦ લેટ ફી અને રૂપિયા ૫૦૦ પેનલ્ટી સાથે સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નામે ડિમાંડ ડ્રાફ્ટ કઢાવી પરીક્ષા શાખામાં તારીખ ૭ ફેબ્રુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાનમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂ કે ટપાલથી જમા કરાવવાની રહેશે તેમ ડી.ઇ.ઓ. કચેરીના બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે. રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મનો નમૂનો બોર્ડની વેબસાઇટ ુુુ. ખ્તજીહ્વર્.ખ્તિ પરથી ડાઉનલોડ કરી શકાશે અગાઉ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બોર્ડની વેબસાઇટ પર મુકેલા આવેદન પત્રો ભરવાની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે. વિદ્યાર્થીઓ તથા દિવ્યાંગ વિપરીત વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ રહેશે જ્યારે લેટ ફી અને પેનલ્ટી ભરવાની રહેશે.